પત્નીની ૨૮મી બર્થડેમાં મન મૂકીને નાચ્યો શાહિદ કપૂર
મુંબઈ, ૪૧ વર્ષીય બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂતની બર્થડે નિમિત્તે ગત દિવસોમાં મુંબઈમાં શાનદાર પાર્ટી રાખવામાં આવી. આ પાર્ટીમાં શાહિદ કપૂરના પેરેન્ટ્સ પંકજ કપૂર અને નીલિમા સિવાય કઝિન ઈશાન ખટ્ટર તેમજ ઈન્ડસ્ટ્રીના મિત્રો શિબાની દાંડેકર, ફરહાન અખ્તર અને કુણાલ ખેમૂ સહિતના સેલેબ્સ સામેલ થયા.
તારીખ ૭ સપ્ટેમ્બરે આયોજિત આ પાર્ટીના ફોટો ખૂબ વાયરલ થયા છે. ૪૧ વર્ષીય શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂત ૨૮ વર્ષની થઈ છે. ત્યારે શાહિદે આ પાર્ટીનો વિડીયો શેર કર્યો છે કે જેમાં મીરાં અને મિત્રો સાથે મન મૂકીને નાચતો જાેવા મળી રહ્યો છે.
શાહિદના આ વિડીયોમાં જાેવા મળી રહ્યું છે કે તેના ડાન્સમાં ઈશાન ખટ્ટર અને કુણાલ ખેમુ પણ સામેલ થાય છે. વિડીયોમાં શાહિદ અને મીરાં મિત્રો સાથે ફિલ્મ ‘શોલે’ના ગીત ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ પર નાચતા જાેવા મળી રહ્યા છે. શાહિદના ફેન્સને આ વિડીયો ખૂબ પસંદ પડી રહ્યો છે. અહીં નોંધનીય છે કે બોલિવૂડમાં શાહિદ કપૂર અને મીરાં રાજપૂતની જાેડીને સૌથી સુંદર કપલ્સમાંથી એક માનવામાં આવે છે.
જ્યારે શાહિદ કપૂરના લગ્ન મીરાં રાજપૂત સાથે થયા હતા ત્યારે તે એક સફળ હીરો સાબિત થઈ ચૂક્યો હતો. તેમણે અરેન્જ મેરેજ કર્યા હતા. તેમના લગ્ન મુંબઈ નહીં પણ દિલ્હીમાં થયા હતા. શાહિદે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે તે હવે પહેલા કરતા વધારે જવાબદાર વ્યક્તિ બની ગયો છે.
શાહિદે જણાવ્યું કે, પહેલા હું ઓલ આઉટ થઈ જતો હતો પરંતુ હવે નહીં. હવે હું એક ફેમિલી મેન છું, મારા બાળકો છે, પત્ની છે. પરમિશન લેવી પડે છે, વિચારવું પડે છે. જાે કે શાહિદે ખુલાસો કર્યો કે, જ્યારે તેણે પોતાના મિત્રો સાથે બોય્ઝ ટ્રિપ પર જવું હોય છે ત્યારે તેણે પૈસા ખર્ચ કરવા માટે પરમિશન લેવાની જરૂર નથી પડતી.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી શરુ થઈ તે પહેલા શાહિદ કપૂર પોતાના બાઈ ઈશાન ખટ્ટર અને કૃણાલ ખેમુ સાથે બાઈક ટ્રિપ પર યૂરોપ ગયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો શાહિદ કપૂરની ગત ફિલ્મ કબીર સિંહ સુપરહિટ સાબિત થઈ હતી. તેની ફિલ્મ જર્સી પણ થોડા સમય પહેલા રીલિઝ થઈ છે, જેમાં તેની સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
આ સિવાય શાહિદ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે એક એક્શન ફિલ્મ માટે શૂટ કરી ચૂક્યો છે. હજી સુધી ફિલ્મનું નામ, રીલિઝ ડેટ વગેરે જાણકારી જાહેર કરવામાં નથી આવી.SS1MS