Western Times News

Gujarati News

ઓડિશા અને જમ્મુ-કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે ઘણી નદીઓમાં પૂર આવ્યું

નવીદિલ્હી, ઓડિશા અને જમ્મુ-કાશ્મીરમાં અવિરત વરસાદને કારણે ઘણી નદીઓ પૂર આવ્યો છે. આ બંને રાજ્યોના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

સોમવારે ઓડિશાની હાટી નદીમાં જાેરદાર પ્રવાહને કારણે કાલાહાંડી જિલ્લાના જૂનાગઢ બ્લોકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તે જ સમયે, છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે, જગતસિંહપુર જિલ્લામાં દેવી નદીનું જળસ્તર વધવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ઉઝ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રદેશના પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે નદીઓના વહેણમાં વધારો થયો છે.

ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીંના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે. IMDએ પણ જમ્મુ અને કાશ્મીરમાં ભારેથી વ્યાપક વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ગોવા સહિત અનેક રાજ્યોમાં આજે અને આવતીકાલે વરસાદની સંભાવના છે. વાસ્તવમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં સક્રિય છે. તે જ સમયે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન શુષ્ક રહે છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ નોંધાયો છે. દિલ્હી-દ્ગઝ્રઇમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.

કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. સ્કાયમેટ વેધર અનુસાર, આસામ અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં આજે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદની સંભાવના છે.

આ સાથે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહારના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ગુજરાત, કોંકણ પ્રદેશ અને ગોવામાં પણ વરસાદની આગાહી છે. ૈંસ્ડ્ઢ અનુસાર, નવી હવામાન પ્રણાલીની રચનાને કારણે, ઓડિશા, ઝારખંડ અને બંગાળના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશામાં એક નવું લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.