“ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ ઓલિમ્પિક અભિયાન માટે ગાઢ જોડાણની રચના કરશે”: નીતા એમ. અંબાણી

during the Reliance foundation - Olympic Values Education Programme held at Reliance Corporate park at Ghansoli, Navi Mumbai on October 09, 2023. Vipin Pawar/Focus Sports/ISL
આઇ.ઓ.સી.ના સભ્ય નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક્સ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ આવકારદાયક છે અને તેનામાં વિશ્વના નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક અભિયાન માટે અઢળક નવી તકો અને નવી રુચિ આકર્ષિત કરવાની ક્ષમતા રહેલી છે. “Inclusion of cricket in the Olympics will create deeper engagement for the Olympic Movement”: Nita M. Ambani
મુંબઈમાં ચાલી રહેલા 141મા આઇ.ઓ.સી. સત્ર દરમિયાન ક્રિકેટનો ઓલિમ્પિક રમતોમાં સત્તાવાર રીતે સમાવેશ કરાયા બાદ નીતા એમ. અંબાણીએ કહ્યું કે, “આઈ.ઓ.સી.ના સભ્ય, એક ગૌરવશાળી ભારતીય અને પ્રખર ક્રિકેટ ચાહક તરીકે મને એ વાતનો આનંદ છે કે આઈ.ઓ.સી. સભ્યોએ એલ.એ. સમર ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટનો ઓલિમ્પિક રમત તરીકે સમાવેશ કરવા માટે વોટ આપ્યો છે.”
ક્રિકેટ અગાઉ ફક્ત એક જ પ્રસંગે છેક વર્ષ 1900ની ઓલિમ્પિક્સમાં જોવા મળી છે જ્યારે ફક્ત બે ટીમે ભાગ લીધો હતો. “ક્રિકેટ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિય રમતોમાંની એક અને વિશ્વમાં બીજી સૌથી વધુ જોવાતી રમત છે. 1.4 અબજ ભારતીયો માટે ક્રિકેટ એ માત્ર રમત નથી, તે એક ધર્મ છે!,” તેમ નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું.

Vipin Pawar/Focus Sports/ISL
આઇ.ઓ.સી.ના ઇતિહાસમાં આ ફક્ત 2જી વખત તેનું સત્ર ભારતમાં યોજાઈ રહ્યું છે, આ પહેલાં તે 40 વર્ષ અગાઉ ભારતમાં યોજાયું હતું. ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય આ રમતના હાર્દસમા ગણાતા ભારતમાં લેવાયો છે. “આપણા દેશમાં મુંબઈમાં બરાબર અહીં આઈઓસીના એકસો એકતાળીસમા સત્રમાં આ ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો તેનો મને ખૂબ આનંદ છે,” તેમ નીતા એમ. અંબાણીએ ઉમેર્યું હતું.
નીતા એમ. અંબાણીએ આશા વ્યક્ત કરી હતી કે આ જાહેરાત સાથે વિશ્વભરમાં આ રમતની અપીલમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. “ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક અભિયાનના ઊંડા જોડાણની રચના કરશે. અને તેની સાથે-સાથે, ક્રિકેટની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને પણ પ્રેરકબળ પૂરું પાડશે.”
આઇ.ઓ.સી. સભ્ય બનનારા પ્રથમ ભારતીય મહિલા નીતા એમ. અંબાણીએ આને ભારત માટે ખૂબ જ આનંદનો દિવસ ગણાવ્યો હતો. “હું આ સીમાચિહ્નરૂપ નિર્ણયના સમર્થન બદલ આઇ.ઓ.સી. અને એલ.એ. ઓર્ગેનાઇઝિંગ કમિટીનો આભાર માની તેમને અભિનંદન પાઠવું છું. આ ખરેખર વિશેષ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે!” તેમ તેમણે કહ્યું હતું.