Western Times News

Gujarati News

ખેતીની જમીન ભાડે આપતાં મળતી આવકને કરમુક્તિનો લાભ નહીં

મુંબઈ, સંસદમાં રજૂ કરવામાં આવેલા ૨૦૨૫-૨૬ના વર્ષના બજેટમાં શહેરી વિસ્તારોમાંની ખેતીની જમીન ભાડે આપી તેના પર ભાડાંની આવક કરવામાં આવે તો તે ભાડાંની આવકને વેરાપાત્ર આવક ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેતીની આવકને વેરામુક્ત આવક તરીકે ચાલુ રાખવામાં આવી છે, પરંતુ ખેતીને પ્રવૃત્તિને લગતા દસ્તાવેજોની હવે વધુ ચુસ્ત રીતે ચકાસણી કરવાનો નિર્ણય આવકવેરાના નવા સૂચિત ખરડામાં લેવામાં આવ્યો છે. આવકવેરા ધારા ૧૯૬૧ને રિપ્લેસ કરવા માટે સંસદમાં રજૂ કરવામાં આવેલા ઇન્કમટેક્સ બિલ ૨૦૨૫માં પ્રસ્તુત જોગવાઈ કરવામાં આવી છે.

બીજીતરફ ખેતીની ઉપજ ઉપર પ્રોસેસ કરીને તેની મૂલ્માં વધારો કરવાની પ્રક્રિયા પછીના પ્રોડક્ટ્‌સ અને તેને બજારમાં માર્કેટેબલ બનાવવાથી થયેલી આવકને પણ હવે વેરાપાત્ર આવક તરીકે ગણી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેતી થકી થતી આવકને વેરામાફીનો લાભ આપવાનું નવા સૂચિત આવકવેરા ધારામાં માન્યતા આપવામાં આવી રહી છે, પરંતુ ખેતીને લગતી પ્રવૃત્તિ અંગેના પુરાવાઓની વધુ ચીવટ પૂર્વક તપાસ કરવાનો નિર્ણય પણ તેની સાથે જ લેવામાં આવ્યો છે. કૃષિ આધારિત ઉદ્યોગોને અત્યાર સુધી આપવામાં આવતી સબસિડીના દરમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

ભાડે આપેલા કલ્ટીવેટર થકી થનારી આવકને વેરાને પાત્ર આવક ગણવામાં આવી છે. ડેરી ફા‹મગ થકી થતી આવકને વેરાને પાત્ર આવક ગણવામાં આવી છે. ડેરી ઉત્પાદનો, મરઘાંબતકાં ઉછેર, મત્સ્યઉદ્યોગની આવકને હવે સંપૂર્ણપણે વેરાને પાત્ર ગણી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે તેમાં ખેતીની આવકનો સમાવેશ કરવામાં આવેલો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.