Western Times News

Gujarati News

બહામાસમાં આવક પર ટેક્સ ભરવો પડતો નથી

નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. કોઈપણ દેશની સરકાર માટે જનતા પાસેથી મેળવેલ આવકવેરો એ આવકનો મુખ્ય સ્ત્રોત છે. કર્મચારી હોય કે વેપારી, દરેકને આવકવેરો ભરવો જ પડે છે. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં સરકાર દ્વારા કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી. જાણીએ એ દેશો વિશે કે જે સંપૂર્ણ ટેક્સ ફ્રી છે.

યુનાઈટેડ આરબ અમીરાત પણ ટેક્સ ફ્રી દેશ છે. અહીં કાચા તેલનો વેપાર થાય છે અને સમગ્ર અર્થવ્યવસ્થા તેના પર જ ર્નિભર છે. ત્યાં લોકોએ ટેક્સ ભરવો પડતો નથી. જ્યારે ટેક્સ ફ્રી દેશની વાત આવે છે, ત્યારે પ્રથમ નામ જે મનમાં આવે છે તે છે બહામાસ. પ્રવાસીઓ માટે સ્વર્ગ કહેવાતો આ દેશ પશ્ચિમી ગોળાર્ધમાં છે. આ દેશના લોકોએ તેમની આવક પર સરકારને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

બ્રુનેઈમાં પણ તેલનો ભંડાર છે, અહીં રહેતા લોકોને કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડતો નથી. આ સિવાય ઉત્તર અમેરિકા ખંડના કેરેબિયન ક્ષેત્રમાં આવતા કેમેન ટાપુઓમાં રહેતા લોકોને પણ તેમની આવક પર આવકવેરો ચૂકવવો પડતો નથી.

યુએઈની જેમ, કુવૈતમાં પણ તેલ અને ગેસનો કુદરતી ભંડાર છે. આ દેશ બંને વસ્તુઓમાંથી સારી કમાણી પણ કરે છે અને અહીંના લોકોને તેનો લાભ મળે છે. આ જ કારણ છે કે આ દેશના લોકોને ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી.

ભારતની દરિયાઈ સરહદને અડીને આવેલા માલદીવના લોકોને પણ આવકવેરો ચૂકવવો પડતો નથી. દુનિયાભરમાંથી લોકો અહીં મુલાકાત લેવા આવે છે. તાજેતરમાં પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભારતીય પ્રવાસીઓએ માલદીવનો બહિષ્કાર કર્યો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.