Western Times News

Gujarati News

વાહનો પર ‘દુલ્હન હમ લે જાયેંગે’ના સ્ટીકરો લગાવી ઈન્કમ ટેક્ષની ટીમે રેડ પાડી

વેપારીને ત્યાં દરોડામાં ૩૯૦ કરોડની બેનામી સંપત્તી જપ્ત

(એજન્સી)મુંબઈ, કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં છે. આઈટી વિભાગને બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાંથી પણ મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે. મહારાષ્ટ્રના જાલના ખાતે સ્ટીલ, કાપડના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપરની ઓફિસ, ફેક્ટરી તથા ઘર સહિતના સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ હાથ લાગી છે. Income Tax conducted a raid at premises of a steel- cloth merchant & real estate developer in Jalna from 1-8 Aug. Around Rs 100 cr of benami property seized – incl Rs 56 cr cash, 32 kgs gold, pearls-diamonds & property papers. It took 13 hrs to count the seized cash

આવકવેરા વિભાગે આશરે ૩૯૦ કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે જેમાં ૩૨ કિગ્રા સોનું, હીરા-મોતીના દાગીના, અનેક પ્રોપર્ટીના દસ્તાવેજાે સહિત ૫૮ કરોડ રૂપિયાની રોકડનો સમાવેશ થાય છે.

આવકવેરા વિભાગે ઘનશ્યામ ગોયલની માલિકીની કાલિકા સ્ટીલ અને સાઈ રામ સ્ટીલ તથા પ્રિટી સ્ટીલ કંપનીને સપાટામાં લીધી છે.

દરોડા દરમિયાન મળેલી રોકડને ગણવા માટે આશરે ૧૩ કલાક જેટલો સમય લાગ્યો હતો. આવકવેરા વિભાગે ૧થી ૮ ઓગષ્ટ દરમિયાન આ કાર્યવાહી કરી હતી. આઈટીની નાસિક બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યના ૨૬૦ અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યવાહીમાં સામેલ થયા હતા. આઈટી વિભાગના કર્મચારીઓ ૫ ટીમમાં વહેંચાઈ ગયા હતા અને દરોડા માટે ૧૨૦થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આવકવેરા વિભાગની ટીમોએ તેમના વાહનો પર ‘દુલ્હન હમ લે જાયેંગે’ તેવા સ્ટીકર લગાવ્યા હતા. તેના કારણે લોકોને લાગ્યું હતું કે આ કોઈ લગ્ન પ્રસંગે જઈ રહેલી ગાડીઓ છે અને કોઈને આવકવેરાની ટીમો હોવાની શંકા નહોતી ગઈ. કાપડ અને સ્ટીલના વેપારીના ઘરેથી મળી આવેલી નોટોને જાલનાની સ્થાનિક સ્ટેટ બેંકની શાખામાં લઈ જવામાં આવી હતી અને તેની ગણતરી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.