ગુજરાતમાં TMT બાર બનાવતી કંપની પર ઈન્કમ ટેક્સની રેડ
અમદાવાદ અને સુરત સહિત રાજ્યમાં વિવિધ સ્થળે દરોડા સ્ટીલ કંપની ગેલેન્ટ મેટલ ઇન્ડસ્ટ્રીઝના કચ્છના (gallant metal industries) સામખીયાળી ખાતે પ્લાન્ટમા ITની ટીમે દરોડા પાડ્યા
અમદાવાદ, ગુજરાતમાં TMT બાર બનાવતી કંપની પર દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે,જાણીતી સ્ટીલ કંપની ગેલેન્ટ મેટલ ઇન્ડસ્ટ્રીઝ પર દરોડા પડ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબની ટીમના કચ્છના સામખીયાળી ખાતે પ્લાન્ટમાં દરોડા પડ્યા છે. આ સાથે અમદાવાદ અને સુરત સહિત રાજ્યમાં વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાની ટીમ દ્વારા અનેક સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. જાણીતી સ્ટીલ કંપની ગેલેન્ટ મેટલ ઇન્ડસ્ટ્રીઝના કચ્છના સામખીયાળી ખાતે પ્લાન્ટમા ITની ટીમે દરોડા પાડ્યા છે. આ સાથે અમદાવાદ અને સુરત સહિત રાજ્યમાં વિવિધ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, ચંદ્રપ્રકાશ અગ્રવાલ અને અગ્રવાલ બંધુઓને ત્યાં પણ ITની તપાસ ચાલુ છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં આવેલા ગેલેન્ટ ઇસ્પાત ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. જે બાદમાં હવે ઉત્તર પ્રદેશમાં પડેલા દરોડાને પગલે ગુજરાતમાં પણ તપાસ શરૂ થઈ છે.
મહત્વનું છે કે, હજી ગઈકાલે જ રાજકોટ યાર્ડનાં જીરૂનાં મોટા બ્રોકરને ત્યાં સેબીનાં દરોડા પડ્યા હતા. ધીરૂદાસાને ત્યાં સેબીનાં અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. આ સાથે અન્ય ૩ એક્સપોર્ટર્સને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.
અયોધ્યા ચોકની ટાઈમ સ્કવેર બિલ્ડિંગમાં અલગ-અલગ ટીમે તપાસ શરૂ કરી હતી. સૌરાષ્ટ્રનાં વેપારીઓ, ખેડૂતો અને એક્સપોર્ટર્સમાં ચર્ચા જાગી છે. જેમાં ૧૫૦ ફૂંટ રિંગ રોડ બિલ્ડિંગમાં ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું . રે એક્સપોર્ટર વેપારી તથા અન્ય બે મોટા બ્રોકર કે ટ્રેડર્સને ત્યાં સેબીએ તપાસ હાથ ધરી હતી.
જાેકે તપાસમાં હજુ પણ મોટી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ છે. સતત વધતા જીરૂનાં ભાવને કારણે સેબી સક્રિય થયું છે. જીરૂનાં ભાવ રૂપિયા ૮ હજારની સપાટીએ પહોંચતા સટ્ટો અને સિન્ડિકેટ બન્યાની શંકાનાં આધારે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.