જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પ્રમુખના ભથ્થામાં વધારો
તાલુકા પ્રમુખના પ્રવાસન ભથ્થામાં રૂપિયા ૨૦ હજારનો વધારો કરાયો
(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખના ભથ્થામાં વધારો કરવાનો નિણર્ય કરવામાં આવ્યો છે. પ્રવાસન ભથ્થામાં ધરખમ વધારો કરાયો છે.
જિલ્લા પ્રમુખના પ્રવાસન ભથ્થામાં ૫૦ હજાર જેટલો જંગી વધારો કરાયો હોવાથી રોષ પણ જાેવા મળી રહ્યો છે. જેના ભગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખનું પ્રવાસન ભથ્થું જે અગાઉ રૂપિયા ૮૦ હજાર હતું. તેમાં વધારો કરીને આ ભથ્થું ૧.૩૦ લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
બીજી બાજુ તાલુકા પંચાયત પ્રમુખના પ્રવાસનના ભથ્થામા પણ વધારો કરાયો છે. જેમાં ૨૦ હજારનો વધારો કરાતા તાલુકા પ્રમુખનું પ્રવાસન ભથ્થું જે અગાઉ રૂપિયા ૪૦ હજાર હજાર હતું તે ૬૦ હજાર સુધી પહોંચી ગયું છે. આ અંગે રાજ્યના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે હાલની સ્થિતિએ વધતી જતી મોંઘવારીને ધ્યાને લઈને સરકાર દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે.
હાલ પેટ્રોલ ડીઝલ તથા અન્ય મુસાફરીને આનુસંગિક ખર્ચ તથા મોંઘવારીના સૂચકઆંકોના વધારેને લઈને વાહનભથ્થાની રકમમાં વધારો કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેનો હવે જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખને લાભ મળશે.