ભરૂચ જિલ્લામાં કન્ઝક્ટિવાઈટિસના કેસોમાં વધારો: 4 દિવસમાં 70 કેસો
(પ્રતિનિધિ)ભરૂચ, ચોમાસામાં સીઝન શરૂ થતાં જ પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે.ત્યારે છેલ્લા દશ દિવસથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આંખો આવવાના એટલે કે વાઈરલ કન્ઝક્ટિવાઈટિસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.છેલ્લા ત્રણ દિવસમાં માત્ર સિવિલ હોસ્પિટલમાં જ રોજના ૭૦થી વધુ કેસ નોંધાઈ ગયા છે.
ગુજરાત સહિત ભરૂચ જીલ્લામાં પણ આંખ આવવાનો ચેપી રોગ કન્જેક્ટિવાઇટિસ લોકોને આંખમાં કણાની જેમ ખૂંચી લાલ આંખ કરવા સાથે સતત આસું પડાવી પરેશાન કરી રહ્યો છે.ભરૂચ જીલ્લામાં પણ આંખના ચેપી રોગે મોટેરા સહિત બાળકોમાં ભરડો લીધો છે.
જેમ જેમ ચોમાસાની સીઝન જામતી જાય છે તેમ તેમ શહેર અને જીલ્લામાં આંખો આવવાના એટલે કે વાઈરલ કન્ઝક્ટિવાઈટિસના કેસો સામે આવ્યા છે.છેલ્લા એક અઠવાડિયાથી કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે.કોરોના જે ઝડપથી ફેલાતો હતો તે જ ઝડપથી આ એડીનો વાયરસ ફેલાઈ રહ્યો છે.
સામાન્યતઃ ચોમાસાની સીઝનમાં ઉદભવી ફેલાતા આંખના ચેપી રોગ શહેર અને જીલ્લામાં પણ ભરડો લીધો છે.છેલ્લા ત્રણ દિવસમાં આ કેસોમાં વધારો જાેવા મળતા સિવિલ હોસ્પિટલમાં આવેલી આંખની ઓપીડીમાં આંખ આવવાના દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે અને રોજના ૭૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે.
આંખના ડિપાર્ટમેન્ટના હેડ ડૉ.શ્વેતા કોસમિયાએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં આંખના કેસોમાં વધારો થયો છે.આ વાઈરલ ઈન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય છે.જેના કારણે દર્દીઓમાં ખાંસી,શરદી અને તાવ જેવા લક્ષણો પણ જાેવા મળતા હતા.
પરંતુ છેલ્લા અઠવાડિયાથી દર્દીઓ ને ઉલ્ટી અને ઝાડાના પણ લક્ષણો દેખાવા લાગ્યા છે.જેથી ઓપીડી માં વધારો થઈ રહ્યો છે અને આનાથી બચવા માટે મેડિકલ માંથી દવા કે ટીપાં લેવાનું ટાળી ડૉકટર ની સલાહ લઈ દવા કે ટીપાં લેવા જાેઈએ અને ભીડભાડ વાળી જગ્યાએ જવાનું લોકોએ ટાળવું જાેઈએ તેવી સલાહ આપી રહ્યા છે.
સામાન્ય રીતે એડીનો વાયરસ પાંચ થી સાત દિવસમાં રોગપ્રતિકારક શક્તિ પ્રમાણે મટી જાય છે. પરંતુ દર્દીએ અને તેના સંપર્કમાં રહેતા લોકોએ વધુ વાયરસ ન ફેલાય તેની પણ ખાસ તકેદારી રાખવી જરૂરી છે.