Western Times News

Gujarati News

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો

ભાવનગર, ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. ૨૯ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી.

૨૯ ફેબ્રુઆરીના રોજ કુલ ૧૬ જણસીઓની આવક નોંધવામાં આવી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ૬૬,૬૪૮ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ ૨૦૧ રૂપિયાથી લઈને ૨૯૨ રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ૭૨,૦૦૦ ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ ૧૪૦ રૂપિયા અને ઊંચા ભાવ ૩૬૩ રૂપિયા સુધીના નોંધાયા હતા.

૨૯ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મણના નીચા ભાવ ૯૦૦ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૧,૧૧૯ રૂપિયા સુધી રહ્યા હતા.

માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉં ની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ ૪૫૧ રૂપિયાથી લઈને ૬૧૩ રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ૪૨૧ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ૫૫૮ રૂપિયા સુધીના નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ૨,૫૦૦ રૂપિયાથી લઈને ૨,૫૦૦ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા.

યાર્ડમાં કપાસના ૨૮ ગાસડીની આવક થઈ હતી. જેના પ્રતિ એક મણના ભાવ ૮૦૦ રૂપિયાથી લઈને ૧,૪૪૦ રૂપિયા સુધીના નોંધાયા હતા. યાર્ડમાં લીલા નારિયેળના ૧૮,૫૨૦ નંગની આવક થઇ હતી. ૧૦૦ નંગના નીચા ભાવ ૪૨૬ રૂપિયા રહ્યા હતાં. ઊંચા ભાવ ૧,૬૬૨ રૂપિયા સુધી નોંધાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.