જુદા-જુદા ઈન્ફેક્શન સાથે હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓમાં વધારો
અમદાવાદ, વરસાદે વિરામ લેતાં અને તાપમાનમાં વધારો થતાં શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં છેલ્લા પખવાડિયાની તુલના તેની આગળના પખવાડિયા સાથે કરીએ તો હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, તેમ શહેરના તબીબોએ જણાવ્યું છે.
શહેરમાં જનરલ પ્રેક્ટિસ કરતાં ડૉ. પ્રજ્ઞેશ વચ્છરાજાનીએ કહ્યું કે, છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી છે પરંતુ એકંદરે વાયરલ ફીવરના કેસમાં ભારે અને ઝડપી વધારો થયો છે. ૧૦માંથી ૭ દર્દીઓ હાઈગ્રેડ ફીવરની સાથે શરીર અને સાંધામાં દુખાવાની ફરિયાદ કરે છે.
હાલ એકથી વધુ ઈન્ફેક્શનનો ફેલાવો થયેલો છે ત્યારે અમે કોઈપણ ટેસ્ટ કરાવવાની સલાહ આપતાં પહેલા અમુક દિવસ રાહ જાેઈએ છીએ. દર વખતની જેમ આ વર્ષે પણ મેલેરિયા, ડેંગ્યૂ અને ચીકનગુનિયાના કેસમાં ઓગસ્ટના મધ્ય બાદ વધારો જાેવા મળશે, તેમ ડૉ. પ્રજ્ઞેશ વચ્છરાજાનીએ ઉમેર્યું.
શહેરના વધુ એક જનરલ પ્રેક્ટિશનર ડૉ. ધીરેન મહેતાનું કહેવું છે કે, સામાન્ય રીતે સ્વાઈન ફ્લૂ માટેનું ટેસ્ટિંગ ઓછું થાય છે. “જે દર્દીઓ ગંભીર લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ થયા હોય માત્ર તેમને જ આ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી છે. જાેકે, તેમાંથી મોટાભાગના વૃદ્ધો અને પીડિયાટ્રિક દર્દીઓ એટલે કે બાળકો હોય છે. જેમને સખત તાવ અને શરીરમાં દુખાવાની ફરિયાદ હોય છે”, તેમ ડૉ. ધીરન મહેતાએ ઉમેર્યું.
ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટર મિનેશ મહેતાનું કહેવું છે કે, જાે કોઈ દર્દીને ન્યૂમોનિયા અથવા અન્ય કોઈ ગંભીર તકલીફ થઈ હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવે છે. જેથી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખીને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે તો આપી શકાય.SS1MS