Western Times News

Gujarati News

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયા સુધીનો વધારો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, આજે, ૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ, દેશના નાણા મંત્રી ર્નિમલા સીતારમણ કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સામાન્ય જનતાને નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

બજેટ પહેલા, સરકારી તેલ કંપનીઓએ ૧ ફેબ્રુઆરીએ સ્થાનિક અને કોમર્શિયલ એલપીજી પ્રાઈસ જાહેર કરી છે. આજે જનતાને રાહત આપતા ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ૬ જુલાઈ, ૨૦૨૨ ના રોજ વધારવામાં આવી હતી, જ્યારે ગેસની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે અગાઉ જાન્યુઆરી ૨૦૨૩ની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઈ હતી, જ્યારે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. આ વધારા બાદ રેસ્ટોરાં, હોટલ વગેરેમાં ભોજન મોંઘું થઈ ગયું છે.

આનાથી આખરે જનતાના ખિસ્સા પર બોજ વધે છે. વર્ષ ૨૦૨૨માં જનતા સતત મોંઘવારીનો ભોગ બની રહી હતી અને ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો નોંધાયો હતો. ગયા વર્ષે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં કુલ ૧૫૩.૫ રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો.

બીજી તરફ જાે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની વાત કરીએ તો ગયા વર્ષે તેની કિંમત પણ ૨૦૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરને પાર કરી ગઈ હતી. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લો મોટો ફેરફાર ૬ જુલાઈએ થયો હતો, જ્યારે ગેસ સિલિન્ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

દેશના નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ બુધવારે (૧ ફેબ્રુઆરી) ના રોજ સામાન્ય બજેટ ૨૦૨૩-૨૪ રજૂ કરવા જઈ રહ્યાં છે. આ બજેટથી ઉદ્યોગપતિઓ તેમજ સામાન્ય લોકોને નરેન્દ્ર મોદી સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે કારણ કે વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ નરેન્દ્ર મોદી ૨.૦ સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ હશે. છેલ્લા બે વર્ષની જેમ આ વખતનું બજેટ પણ પેપરલેસ હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.