દહેજપીડિતા દ્વારા પતિનાં સગાંને ફસાવવાના ટ્રેન્ડમાં વધારોઃ સુપ્રીમ

નવી દિલ્હી, સાસરિયા સામેના દહેજ ઉત્પીડનનો કેસ રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દહેજ પીડિતા તેના પતિના સગાંઓને કાનૂની કાર્યવાહીમાં ફસાવતી હોય તેવા ટ્રેન્ડમાં વધારો થયો છે.
આ કોર્ટ દહેજ પ્રતિબંધ ધારા ૧૯૬૧ની કલમ ૪ અને આઇપીસીની કલમ ૪૯૮એ હેઠળ ગુના માટે પતિના સંબંધીઓને સંડોવવાની પ્રવૃત્તિઓને સમર્થન આપતી નથી ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રશાંત કુમાર મિશ્રાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે મહિલાની નણંદ, પતિ અને સસરા સામે સાર્વત્રિક અને જનરલ પ્રકારના આરોપો હતાં. મહિલાએ શારીરિક ત્રાસ આપવાના કોઇપણ આરોપનો ઉલ્લેખ કર્યાે નથી. આરોપ માત્ર મહેણા-ટોણા પ્રકારના છે.
કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે પતિના સંબંધોઓની પણ કાનૂની કાર્યવાહીમાં ફસાવવાના વધતાં જતાં ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આ કોર્ટ દહેજ પ્રતિબંધ ધારા ૧૯૬૧ની કલમ ૫ અને આઇપીસીની કલમ ૪૯૮એ હેઠળ ગુના માટે પતિના સંબંધીઓને સંડોવવાની પ્રવૃત્તિઓને સમર્થન આપતી નથી અને તેના પર નારાજગી વ્યક્ત કરે છે.
આ કિસ્સામાં, ફરિયાદી અને તેના પતિ વચ્ચેના લગ્ન ૨૦૧૪માં આંધ્રપ્રદેશના ગુંટુર ખાતે થયા હતાં.લગ્નના પાંચ મહિના પછી, મહિલાએ તેના પતિને છોડી દીધો હતો અને તેના માતાપિતા સાથે રહેવા લાગી હતી. પતિએ ૨૦૧૫ માં વૈવાહિક અધિકારો પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ કાર્યવાહી પેન્ડિંગ હતી તે દરમિયાન, મહિલાએ ૨૦૧૬માં પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.SS1MS