ઈન્ડેન LPGએ ભારતના લોકોની સેવાના 57 વર્ષ પૂર્ણ કર્યા

અમદાવાદ, ઈન્ડેન એલપીજીએ તા. 22 ઓક્ટોબર, 2022નાં રોજ પોતાની કામગીરીનાં 57 વર્ષ પૂર્ણ કર્યા છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા દર વર્ષે તા. 22 ઓક્ટોબરના રોજ ઈન્ડેન ડે મનાવીને ગ્રીન ફ્યુઅલ એલપીજીનાં ફાયદાઓ અને તેની દૃશ્યતા વધારવા અંગેની જાગૃતિનાં કાર્યક્રમો યોજવામાં આવેછે.
આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલનાં ડાયરેક્ટર (માર્કેટીંગ) શ્રી વી સતીષકુમારએ જણાવ્યું હતું કે, દરરોજ 27 લાખ સિલીન્ડર્સની ડિલીવરી તે અસાધારણ સિદ્ધિ છે. તેમાં 14.6 કરોડ એક્ટિવ ગ્રાહકો સમાઈ જાય છે. 57 વર્ષ પહેલાં લોકો એલપીજીને ભય અને શંકાની નજરે જોતાં હતાં. આજે દેશમાં વેચાતું પ્રત્યેક બીજું એલપીજી સિલીન્ડર ઈન્ડેન છે.
આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલના ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્યએ તમામ ઈન્ડેન ગ્રાહકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઇ ગયા છે અને અમે પણ 57 વર્ષ પૂરા કર્યા છે, જે અભૂતપૂર્વ છે. દેશની પ્રગતિમાં અમે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છીએ. હું વફાદાર ઈન્ડેન ગ્રાહક છું.
દિલ્હીના અનેક વિસ્તારમાં પીએનજી ઉપલબ્ધ છે પણ પીએનજી જ્યાં પહોંચી નથી શકતો, ત્યાં ઈન્ડેન સિલિન્ડર પહોંચે છે. ઈન્ડેન દરરોજ 27 લાખ સિલિન્ડર પૂરાં પાડે છે, જે ઈન્ડિયન ઓઈલની પહોંચ અને ક્ષમતા દર્શાવે છે. આ અમારી સૌથી મોટી તાકાત છે.
તા. 22 ઓક્ટોબર 1965માં કોલકતામાં રજૂ કરવામાં આવેલાં આ સમૂહોનાં ફ્યુઅલની શરૂઆત બહુ નાના પાયે થઈ હતી. એલપીજીનાં વપરાશ દ્વારા લાખો લોકો ધુમાડીયા, બિનતંદુરસ્ત ચુલા અને સગડીમાંથી મુક્ત થઈને સલામત, ભરોસાપાત્ર, સ્વચ્છ અને સુગમ ગેસનો વપરાશ કરતા થયા છે.
ભારતમાં એલપીજીનો ઈતિહાસ મુંબઈમાં 1955માં શરૂ કરવામાં આવેલી તેની બર્મા શેલ ઓઈલ કંપનીની માર્કેટીંગ કામગીરીમાંથી જાણી શકાય છે. તે વખતે તે નાનો અને વિશીષ્ટ વ્યાપાર હતો કે જેમાં તેનું વિતરણ સંપન્ન ઘરો પૂરતું મર્યાદિત હતું. ઈન્ડિયન ઓઈલે કામગીરી હાથમાં લીધા બાદ એલપીજી સમૃદ્ધ અને જાણીતો ઉદ્યોગ બન્યો છે.
એલપીજીએ આજે 95 ટકા ભાગને આવરી લીધો છે. ઉચ્ચ થર્મલ અસરકારકતા ધરાવતું એલપીજી પ્રદુષણ ફેલાવતું નથી અને તે સલામત તેમજ ભરોસાપાત્ર છે. આજની તારીખ સુધીમાં 89 ટકા એલપીજીનો વપરાશ ઘરેલું ક્ષેત્ર દ્વારા થાય છે. જેમાં 31.2 કરોડ એક્ટીવ ગ્રાહકો છે. તેમાના 14.6 કરોડ ગ્રાહકો ઈન્ડેનના છે.
ઈન્ડેનના છત્ર નીચે એલપીજીની વિવિધ પ્રોડક્ટો ઓફર કરવામાં આવે છે. તેમાં બે કિગ્રા મુન્નાથી 450 કિલોગ્રામ જમ્બો સિલીન્ડર અને વિશેષ કેટેગરી પ્રોડક્ટ એકસ્ટ્રા તેજ અને નેનો કટ એલપીજીનો સમાવેશ થાય છે.
આ વિશાળ બજારની 12,800 ઈન્ડેન વિતરકો દ્વારા સેવાઓ આપવામાં આવે છે. તેમાં 14.2 કિલોગ્રામ ઘરેલું ગ્રાહકો, પાંચ કિલોગ્રામ નાના ઘરેલુ ગ્રાહકો, 10 કિલોગ્રામ આધુનિક રસોડાઓ, બે કિલોગ્રામ હેન્ડી કોમ્પેક્ટ કદનાં મુન્ના પાંચ કિલોગ્રામનાં છોટુ, તેમજ 19 કિલોગ્રામ અને 47.5 કિલોગ્રામનાં વેરિયન્ટ કોમર્શિયલ ગ્રાહકો અને 425 કિગ્રાનાં જમ્બો સિલીન્ડર્સ મોટા કોમર્શિયલ ગ્રાહકો માટેની ઓફરનો સમાવેશ થાય છે.
ઘરેલુ વપરાશ ઉપરાંત ઈન્ડેનનો વિવિધ ઉપયોગ અને વ્યાપારિક કામગીરીઓમાં પણ ઉર્જાનાં અસરકારક સ્ત્રોત તરીકે થાય છે. આવી કામગીરીઓમાં મેટલ કટીંગ, કિલીન્સ, ફર્નેસીસ, ગ્લાસ, ટેકસ્ટાઈલ્સ અને ઓટોમોબાઈલ્સ, પોલ્ટ્રી ઉપરાંત સુકવવાની કામગીરીઓ જેમ કે ચાના પાંદડાને સુકવવા, નટ્સને શેકવા, ઈકો ફ્રેન્ડલી જનરેટર્સ, રેડીયન્ટ હીટીંગ હેતુઓ વગેરેનો સમાવેશ થાય છે.
ઈન્ડેન ડિસ્ટ્રીબ્યુટર્સ નેટવર્કને પણ ગ્રાહકોનું ભરપૂર સન્માન મળ્યું છે. વિશ્વનાં સર્વાધિક ઊંચાઈ ધરાવતા સ્થાન લેહમાં પણ ઈન્ડેનનો એલપીજી બોટલીંગ પ્લાન્ટ છે.