અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ ઝઘડિયા સભા મત ક્ષેત્રમાં રેલી યોજી

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે.ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો પોતાનું એડીચોટી નું જાેર લગાવી રહ્યા છે.આજરોજ ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વખત ઝઘડિયા ના અપક્ષ ઉમેદવાર અને છેલ્લી સાત ટર્મથી સતત ઝઘડિયા બેઠક પર જીતતા આવેલા છોટુ વસાવા આ ચૂંટણી દરમિયાન પ્રચારમાં નિકળ્યા છે.
સામાન્ય રીતે છોટુ વસાવાના કાર્યકરો સમર્થકો તથા તેમના ચાર મહેશ વસાવા, કિશોર વસાવા, દિલિપ વસાવા, ધવલ વસાવા પુત્રો તથા તેમના પુત્રો ગૌરવ, આશીષ, યુદ્ધરાજ દાદાની ચૂટણી પ્રચારમાં વ્યસ્ત રહે છે અને ચાલુ સાલની ચૂંટણીની જાહેર થયા બાદ પ્રચારમાં લાગી ગયા છે. આજ રોજ છોટુ વસાવા પ્રથમ વખત નેત્રંગ ખાતે હાજર રહી ઝઘડિયા વિધાનસભાની તેમની રેલી માં જાેડાયા હતા.
તેમણે ભાજપ પર આકળા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કે આખા ગુજરાતમાં ભાજપ આજે એવી દશામાં છે કે કોઈ તેને પૂછતું નથી, ભાજી મુળા જેવી પરિસ્થિતિ ભાજપની થઈ ગઈ છે.
જેથી આ સરકાર આપણે બદલવી પડશે અને સરકારને બદલવા પહેલી તારીખે રિક્ષાના નિશાન પર મત આપી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.છોટુ વસાવાની રેલીમાં હજારોની સંખ્યામાં છોટુ વસાવા ના સમર્થકો બીટીપી ના કાર્યકરો નેત્રંગ વાલીયા તેમજ ઝઘડિયા તાલુકાના કાર્યકરો જાેડાયા હતા અને તેમની રેલી નેત્રંગ થી શરૂ થઈ ચાસવડ, ડહેલી,વાલીયા, ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા થઈ આરપીએલ કંપની પાસે તેનું સમાપન થયું હતું.