Western Times News

Gujarati News

INDI ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પર ઉમેદવારી પત્ર ભર્યું

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાતમાં આગામી ૭ મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજાનારી છે.ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે અને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.ત્યારે ભરૂચ લોકસભાના કોંગ્રેસ અને આપ ના ઈન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ તેમની બે પત્નીઓ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા કલેકટર કચેરી ખાતે પહોંચતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ગુજરાતમાં લોકસભાની ચુંટણી મો માહોલ જામી રહ્યો છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે.ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ધીરે ધીરે માહોલ જામી રહ્યો છે ત્યારે ગતરોજ ઈન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ૭૨ વર્ષના ઈતિહાસમાં પેહલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવાતી પ્રચાર સાથે હોસ્ટલ ગ્રાઉન્ડથી ડીજે સાથે જન આશીર્વાદ યાત્રા કાઢી હતી.

ચૈતર વસાવા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના ગઢ સમાન શક્તિનાથ ખાતે હજારોની જનમેદનીને સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

જોકે ગતરોજ રામનવમીનો તહેવાર હોવાના કારણે સરકારી રજા હોવાથી ચૈતર વસાવા આજેરોજ તેમની કુળદેવી યાહ મોગીના દર્શન કરીને પોતાની બંને પત્નીઓ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા ચુંટણી અધિકારી તુષાર સુમેરાને આપી શપથ લઈને પોતાની દાવેદારી નોંધાવી હતી.
ઉમેદવારી પત્ર ભરતી વેળા ભરૂચ જીલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,પ્રદેશ મહામંત્રી યુનુસ પટેલ ,પાલિકાના વિપક્ષી સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહીમ કલકલ સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જનતા આ વખતે પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે પરિવર્તન થવાનું છે.ગઈકાલે જાણ આશીર્વાદ યાત્રામાં જનમેદની ધપધપતા તાપમાં ઉમટી પડી હતી.અમને પૂરો ભરોષો છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તમામ લોકો રાત દિવસ મહેનત કરી ભરૂચ લોકસભાની સીટ આ વખતે ઈન્ડિયા ગઠબંધન તરીકે અમે જીતીશું તેવી આશા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર સતત ૬ ટર્મ થી સાંસદ રહી ચૂકેલા આવે મનસુખ વસાવાને ભાજપ માંથી સતત ૭ ટર્મ માટે ઉમેવારી નોંધાવી છે ત્યારે તેઓની સામે ચૈતર વસાવા ઈન્ડિયા ગઠબંધન હેઠળ મેદાનમાં ઝંપલાવ્યું છે.જોકે મનસુખ વસાવા અને ચૈતર વસાવા મામા – ભાણેજ હોય ત્યારે ચોક્કસ સમાજ અને આદિવાસી મતોનું વિભાજન થશે ત્યારે ભરૂચ બેઠક ઉપર સતત ૬ ટર્મથી જીતતા આવતા મનસુખ વસાવા સામે ચૈતર વસવાનું જોર કેટલું ચાલે છે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.