ભારતના ૨૫ એરપોર્ટ બંધ: ૪૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ્દ

પ્રતિકાત્મક
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ દેશના એરપોર્ટમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે
મુંબઈ-નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ દેશના એરપોર્ટમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમામ એરપોર્ટ પરના પ્રવાસીઓને સેકન્ડરી લેડર પોઈન્ટ ચેકિંગ યાની એસએલપીસી કરવામાં આવશે.
આ મુદ્દે ઈન્ડિગો ને સ્પાઈસ જેટે ટ્રાવેલ એડવાઝરી જારી કરી છે, જ્યારે પ્રવાસીઓને પણ સાવધાની રાખવાનો અનુરોધ કર્યાે છે. દેશના મહત્વના ૨૫ એરપોર્ટસ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે ૪૦૦થી વધુ ફ્લાઈટ્સને કેન્સલ કરવામાં આવી છે. એટલું જ નહીં, આગામી આદેશ સુધી બંધ રહેશે.પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય આતંકવાદીઓ કેમ્પ પર હુમલો કરવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પછી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ છે,
ત્યારે સરહદ પાર કરીને પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવતા ધીમી ધીમે તંગ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.દેશમાં હવાઈ હુમલો થવાનું શરુ થવાથી સુરક્ષાના ભાગરુપે પ્રશાસન દ્વારા એરપોર્ટ પ્રશાસન તરફથી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સરહદી વિસ્તારના રાજ્યો વધુ સંવેદનશીલ હોવાથી સુરક્ષાના ભાગરુપે નિર્ણય લીધો છે,
કારણ કે પાકિસ્તાને પઠાણકોટ, જલંધર અને જેસલમેરમાં ડ્રોનથી હુમલો કર્યાે હતો. એર ઈન્ડિયાથી લઈને ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે, જેમાં સ્પાઈસ જેટ, એર ઈન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર સહિત વિદેશી એરલાઈન્સનો સમાવેશ થાય છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા સરહદી રાજ્યમાં જેમ કે પંજાબ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગુજરાત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના ૨૫ એરપોર્ટસને પેસેન્જર સર્વિસને બંધ કરવામાં આવી છે.
ઉત્તર અને પશ્ચિમ ભારતના એરપોર્ટ પૈકી શ્રીનગર સિવાય લેહ, જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જૈસલમેર, શિમલા, ધર્મશાલા અને જામનગરનો સમાવેશ થાય છે. બીજી બાજુ એરલાઈન્સ દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે.ઈન્ડિગો અને સ્પાઈસજેટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને પેસેન્જરે સાવધાની રાખવાનો અનુરોધ કર્યાે છે.
સ્પાઈસ જેટે પ્રવાસીઓને ખાસ કરીને એરપોર્ટ પર મહત્તમ ત્રણ કલાક પૂર્વે એરપોર્ટ પહોંચવાની ભલામણ કરી છે, જ્યારે ઈન્ડિગો ટવિટ કરીને લખ્યું છે સિક્યોરિટી માટે વધુ સમય લાગતો હોવાથી ઔપચારિક કામગીરી માટે સ્ટાફને જરુરી સમય આપવા ભલામણ કરી છે.
એના સિવાય નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ પણ તમામ એરપોર્ટસ અને એરલાઈનને સુરક્ષા મુદ્દે વધુ પગલા ભરવાનો નિર્દેશ આપ્યો છે. બીસીએએસના નિયમો અન્વયે તમામ પ્રવાસીઓ માટે હવે સેકન્ડરી લેડર પોઈન્ટ ચેકિંગ ફરજ્યિાત બનશે.ડોમેસ્ટિક પેસેન્જરે એરપોર્ટ પર ત્રણ કલાક પૂર્વે પહોંચવાનું રહેશે, જ્યારે ચેક-ઈન ૭૫ મિનિટ પૂર્વે બંધ થશે.
અહીં એ જણાવવાનું પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. છઠ્ઠી-સાતમી મેના ભારતે પાકિસ્તાન-પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં ૧૦૦ આતંકવાદી માર્યા ગયા હતા.