‘ઈન્ડિયા ગઠબંધન’ વારંવાર ઈરાદાપૂર્વ હિન્દુ ધર્મનું અપમાન કરે છે: મોદી
તમિલનાડુના સલેમમાં જાહેર સભામાં રાહુલની ‘શક્તિ’ ટિપ્પણીનો ઉલ્લેખ કરી પ્રહાર કર્યા-વિપક્ષોને હિન્દુ ધર્મનું અપમાન કરવાની આદત પડી ગઈ છેઃ મોદી
(એજન્સી)નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના સલેમમાં જાહેર સભામાં રાહુલ ગાંધીની ‘શક્તિ’ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિપક્ષી દળનું ‘ઈન્ડિયા ગઠબંધન’ વારંવાર ઈરાદાપૂર્વ હિન્દુ ધર્મનું અપમાન કરે છે. તેના સહયોગી દળ કોંગ્રેસ અને ડીએમકેની પ્રવૃતિ હિન્દુ ધર્મનું અપમાન કરવાની આદત થઈ ગઈ છે. હિન્દુ ધર્મ વિરુદ્ધ તેમના દરેક નિવેદન સમજી વિચારીને આપવામાં આવે છે.
વડા પ્રધાન મોદીએ ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, તમે જુઓ ડીએમકે અને કોંગ્રેસનું ઈન્ડિયા ગઠબંધન બીજા કોઈ ધર્મનું અપમાન નથી કરતું. બીજા કોઈ ધર્મ વિરુદ્ધ તેમના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો પરંતુ હિન્દુ ધર્મને અપશબ્દો બોલવામાં તેમને એક સેકેન્ડ નથી લાગતી. વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીની ‘શક્તિ’ વાળી ટિપ્પણીના જવાબમાં કહ્યું કે, આપણા શાસ્ત્રો સાક્ષી છે કે, વિનાશ એનો જ થાય છે જે શક્તિને ખતમ કરવાનો વિચાર ધરાવે છે.
આવા ખતરનાક વિચારોને હરાવવાની શરૂઆત ૧૯ એપ્રિલે સૌથી પહેલા મારું તમિલનાડુ કરશે. હજું તો ચૂંટણી અભિયાનની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું કે, મોદી દેશની નારીશક્તિની દરેક સમસ્યા આગળ ઢાલ બનીને ઊભા છે. મહિલાઓને ધુમાડા મુક્ત જીવન આપવા માટે અમે ઉજ્જવલા એલપીજી ગેસ કનેક્શન આપ્યા છે
અમે ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ માટે આયુષ્માન યોજના શરૂ કરી છે. આ તમામ યોજનાઓના કેન્દ્રમાં નારીશક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તમિલનાડુના સાલેમમાં એક રેલીને સંબોધી હતી. પીએમના સ્વાગત માટે ૧૧ મહિલાઓ શક્તિ અમ્માના રૂપમાં આવી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ તેમને જોયા તો તેમને સ્ટેજ પર બોલાવ્યા.
આ પછી તે થોડા સમય સુધી મહિલાઓને હાથ જોડીને અભિવાદન કરતા રહ્યા. વાસ્તવમાં, રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં ભાષણ આપતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે સત્તા સાથે લડવું પડશે.