ભારત અને મોરેશિયસ વચ્ચે દરિયાઇ સુરક્ષા સહિત ૮ કરાર

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની મુલાકાતને પગલે ભારત અને મોરેશિયસે બંને દેશો વચ્ચેના સંબંધોને ઉચ્ચ વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવવાનો નિર્ણય કર્યાે હતો.
બંને દેશોએ દરિયાઈ સુરક્ષા સહિત અનેક ક્ષેત્રોમાં સંબંધોને વેગ આપવા અને સ્થાનિક ચલણોમાં વેપારને પ્રોત્સાહન આપવા માટે આઠ કરારો પર હસ્તાક્ષર પણ કર્યાં હતાં.
મોરેશિયસની યાત્રાનું સમાપન કરી મોદી ભારત આવવા નીકળી ગયાં હતાં.મોરેશિયસના પ્રવાસના અંતિમ દિવસે મોદીએ મુખ્ય અતિથિ તરીકે ટાપુ રાષ્ટ્રના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી અને વ્યૂહાત્મક રીતે સ્થિત આ દેશ માટે અનેક વિકાસ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ટાપુ રાષ્ટ્રમાં ભારતના ફંડિગ સાથેના વિવિધ પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ કર્યાે હતો, જેમાં મોરેશિયસમાં ગતિ માટે મેટ્રો એક્સપ્રેસ, ન્યાય માટે સુપ્રીમ કોર્ટનું મકાન, આરામદાયક રોકાણ માટે સામાજિક આવાસ, સારા આરોગ્ય માટે ઈએનટી હોસ્પિટલ, બિઝનેસ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યુપીઆઈ અને રૂપે કાર્ડનો સમાવેશ થાય છે.
મોદી અને રામગુલામે અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું પણ લોકાર્પણ કર્યું હતું.SS1MS