ભારત અને પાકિસ્તાને પરમાણુ મથકોની યાદીની આપ-લે કરી
નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાને બુધવારે દ્વિપક્ષીય સમજૂતિ અંતર્ગત પોતાના પરમાણુ મથકોની યાદી આપલે કરી છે. આ અંતર્ગત બંને દેશો એકબીજાના પરમાણુ મથકો પર હુમલો કરી શકશે નહીં. આ પ્રક્રિયા ત્રણ દાયકાથી વધુ સમયથી યથાવત છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે આ યાદીની આપલે પરમાણુ મથકો અને સુવિધાઓ પર હુમલા કરવા પર પ્રતિબંધ એક સમજૂતની જોગવાઈ અંતર્ગત થઈ છે.વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં રાજદ્વારી ચેનલોના માધ્યમથી પરમાણુ મથકો અને સુવિધાઓ પર હુમલો કરવાના પ્રતિબંધ પર થયેલી સમજૂતિ અંતર્ગત પરમાણુ મથકો અને સુવિધાઓની યાદીની આપલે કરવામાં આવી છે.
આ યાદીની આપલે કાશ્મીર મુદ્દાની સાથે-સાથે સરહદ પાર આતંકવાદને લઈને બંને દેશોની વચ્ચે સંબધોમાં આવેલી કડવાશની વચ્ચે થઈ છે. આ સમજૂતિ પર ૩૧ ડિસેમ્બર ૧૯૮૮ના દિવસે હસ્તાક્ષર થયા હતા, અને આ ૨૭મી જાન્યુઆરી ૧૯૯૧એ લાગુ થઈ હતી.
આ સમજૂતિ અંતર્ગત બંને દેશોએ પ્રતિ વર્ષે જાન્યુઆરીના પ્રથમ દિવસે સમજૂતિ અંતર્ગત આવનાર પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુવિધા અંગે એકબીજાને જાણ કરવી અનિવાર્ય છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ બંને દેશોની વચ્ચે આવી યાદીઓની સતત ૨૪મી વાર આપલે થઈ છે.SS1MS