ખાલિસ્તાની પ્રવૃત્તીઓ પર પ્રતિબંધ ન લદાતા ભારત ખફા
વોટબેંકથી ચિંતિત કેનેડા ખાલિસ્તાની પ્રવૃત્તી પર પ્રતિંબધ નથી લાદતું-ભારત વિરોધી તત્વો પર રોક ન લગાવવાના કારણે જ બંને દેશોના સંબંધો નીચલા સ્તરે છે ઃ વિદેશ મંત્રી જયશંકર
નવી દિલ્હી, કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃતિઓ પર પ્રતિબંધ લાગુ ન કરવા મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકરે આકરા પ્રહાર કર્યા છે. બુધવારે તેમણે કહ્યુ કે વોટ બેન્ક પોલિટિક્સના કારણે આવુ થઈ રહ્યુ છે. ભારત વિરોધી તત્વો પર રોક ન લગાવવાના કારણે જ બંને દેશોના સંબંધો નીચલા સ્તરે છે.
એટલુ જ નહીં આ અવસરે તેમણે ચેતવણી પણ આપી અને કહ્યુ કે જાે કેનેડામાં થઈ રહેલી પ્રવૃતિઓથી ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતા પર જાેખમ પેદા થશે તો પછી ભારત તેની પર એક્શન લેશે.
અમારા માટે મહત્વનું એ છે કે કેનેડા ખાલિસ્તાન મુદ્દે કઈ રીતે ડીલ કરે છે. તેમણે કહ્યુ કે કેનેડા વોટ બેન્કની રાજનીતિના કારણે આ મામલે ઢીલ મૂકી રહ્યુ છે. આ મામલાએ ઘણી રીતે ભારત અને કેનેડાના સંબંધોને પ્રભાવિત કર્યા છે. જયશંકરે પાકિસ્તાન અંગે પણ કહ્યુ કે આતંકવાદનો ખાતમો થયા પહેલા કોઈ વાત શક્ય નથી.
અમે આતંકવાદને સામાન્ય થવા દઈ શકીએ નહીં. અમે નહીં ઈચ્છીએ કે પાકિસ્તાન સાથે વાતચીત પણ થતી રહે અને આતંકવાદની ઘટનાઓ પણ ચાલતી રહે. કેનેડામાં પંજાબી મૂળના લોકો મોટી સંખ્યામાં રહે છે. કેનેડાની સરકાર આ લોકોની નારાજગીનો સામનો કરવા માંગતી નથી. જેના કારણે તે કોઈ એક્શન લઈ રહી નથી.
જાેકે છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાલીસ્તાની કમાન્ડરોના મોત થયા છે. જેમાંથી કેટલાક લોકો તો ફાયરીંગમાં મૃત્યુ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે કેનેડા સરકારને ભારતે ઘણી વખત અપીલ કરી છે કે તેઓ ખાલીસ્તાની તત્વો પર રોક લગાવે.