Western Times News

Gujarati News

ભારતે વધુ એક ડેમ બગલિહારના દરવાજા બંધ કરી પાકિસ્તાન જતું પાણી રોક્યું

(એજન્સી)નવી દિલ્હી, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી પાકિસ્તાન વિરૂદ્ધ સતત કાર્યવાહી થઈ રહી છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોકના નિર્ણય હેઠળ પાકિસ્તાન જતી ચિનાબ નદીના પાણી રોકી દીધા છે.

Baglihar dam is about 150 km upriver from the border. There is another Indian dam – the Salal dam downstream. Stopping Baglihar flow will only reduce inflow into Salal. Maybe they want to dredge and desilt Salal. Salal dam will affect flow into Crapland

ચિનાબ નદી પર બનેલા બગલિહાર ડેમના દરવાજા બંધ કર્યા બાદ હવે સલાલ ડેમના દરવાજા પણ બંધ કરી દીધા છે. આ જળ પ્રવાહ બંધ થતાં જ પાકિસ્તાન વહેતી ચિનાબ નદીનું જળ સ્તર ઘટ્યું છે. ઘણા સ્થળોએ નદી સુકાઈ ગઈ છે. જો કે, રામબનમાં ચેનાબ નદીમાં બગલિહાર હાઈડ્રોઈલેક્ટિÙક પાવર પ્રોજેક્ટ ડેમમાંથી પાણીનો પ્રવાહ ચાલુ છે.

ભાજપ આઈટી સેલના અમિત માલવિયે વડાપ્રધાન મોદીના નિર્ણયને આવકરતાં ઠ પર લખ્યું હતું કે, ભારતના હિત માટે રાજકારણમાં આકરા નિર્ણયો લેવા પડશે. વડાપ્રધાન મોદીએ પોતાની કાર્યવાહી મારફત તે બતાવી દીધું. આતંકવાદ વિરૂદ્ધ ભારત અડગ અને દ્રઢ નિશ્ચય ધરાવે છે. પાણી અને અમારા નાગરિકોના લોહી એકસાથે વહી શકશે નહીં.

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં સ્થિત સલાલ ડેમના તમામ દરવાજા ભારતે બંધ કરી દીધા છે. જેથી રિયાસી જિલ્લામાં ચિનાબ નદીનું જળસ્તર ઘટ્યું છે. ચિનાબ નદી અનેક સ્થળે સુકાઈ ગઈ છે. હવે ભારત જેલમ નદી પર બનેલા કિશનગંગા ડેમ પર પણ આ પ્રકારની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
પહલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત બાદ ભારત પાકિસ્તાન વિરૂદ્ધ વિવિધ પગલાં લઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.