ભારતે બાંગ્લાદેશને પહેલી ટેસ્ટમાં ૧૮૮ રને હરાવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/india-1024x682.jpg)
પાંચમા દિવસે એક જ કલાકમાં પેવેલિયન ભેગા થયા બાંગ્લાદેશના ક્રિકેટરોઃ અક્ષર પટેલે ચાર વિકેટ ઝડપી
ચિત્તાગોંગ, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાના નામે આજે વધુ કેટલાંક રેકોર્ડ જાેડાઈ ગયા છે. કારણકે, આજે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ક્રિકેટની શ્રેણીની પહેલી મેચ જીતી લીધી છે.
ભારતે આ મેચમાં બાંગ્લાદેશને ૧૮૮ રનના માર્જિનથી હરાવી દીધું છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ૧૮૮ રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમે બે મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે રવિવારે ચટ્ટોગ્રામમાં ચોથી ઇનિંગમાં બાંગ્લાદેશને ૩૨૪ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
ઇબાદત હુસૈન ખાતું ખોલાવ્યા વિના જ કુલદીપનો શિકાર બન્યો હતો. તેને શ્રેયસ અય્યરે કેચ આઉટ કરાવ્યો હતો. આ પહેલા શાકિબ (૮૪) પોતાની ૩૦મી ટેસ્ટ અડધી સદી પૂરી કર્યા બાદ આઉટ થયો હતો. તેને કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો. શાકિબ પહેલા મેહદી હસન મિરાજ ૧૩ રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે ઉમેશ યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
છેલ્લા દિવસે મોહમ્મદ સિરાજે મેહદી હસન મિરાજને ઉમેશ યાદવના હાથે કેચ કરાવીને દિવસની પ્રથમ સફળતા મેળવી હતી. જે બાદ કુલદીપે અડધી સદી પુરી કરનાર બાંગ્લાદેશી કેપ્ટનને બોલ્ડ થયો છે. આ જ ઓવરમાં કુલદીપે ઇબાદત હુસૈનને પણ શૂન્ય પર આઉટ કર્યો હતો.
અક્ષર પટેલે છેલ્લી બાકીની વિકેટ લીધી હતી તેણે તૈજુલ ઈસ્લામને બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે ચાર અને કુલદીપ યાદવે ૩ વિકેટ ઝડપી છે. મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિનને ૧-૧ વિકેટ મળી હતી.
ઉલ્લેખનીય છેકે, ઝાકિર હસને ચોથા દિવસની રમતમાં બાંગ્લાદેશ માટે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તે ડેબ્યૂમાં સદી ફટકારનાર ચોથો બાંગ્લાદેશી બેટર બની ગયો છે. નજમુલ હસન શાન્તોએ ૬૭ રનની ઇનિંગ રમી હતી. હસન અને શાન્તોએ પહેલી વિકેટ માટે ૧૨૪ રન જાેડ્યા હતા.
આ બન્નેએ ટીમ ઈન્ડિયાને પહેલી વિકેટ માટે ૪૬ ઓવર સુધીની રાહ જાેવડાવી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતે તેની પહેલી ઇનિંગમાં ૪૦૪ રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ ૧૫૦ રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગ ૨૫૮/૨ના સ્કોર પર ડિકલેર કરી અને યજમાન ટીમને ૫૧૩ રનનો ટાર્ગેટ આપ્યો હતોદૃ