Western Times News

Gujarati News

ભારતે પાકિસ્તાનના ૪ દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો

ઇસ્લામાબાદ, ભારતમાં પાકિસ્તાનના ચાર દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ દૂતાવાસો પર તેમના ટિ્‌વટર એકાઉન્ટથી ખોટા સમાચાર અને પ્રચાર ફેલાવવાનો આરોપ છે. એવું માનવામાં આવે છે કે, ભારત અને અન્ય કેટલાક દૂતાવાસો તરફથી આવી કાર્યવાહી કરવામાં આવી શકે છે.India bans 4 Pakistani Twitter accounts According to the information, the embassies are accused of spreading false news and propaganda from their Twitter accounts.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટિ્‌વટ કર્યું કે ઈરાન, તુર્કી, ઈજિપ્ત અને સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની દૂતાવાસોના એકાઉન્ટ પર કાર્યવાહી કરીને ભારતમાં ટિ્‌વટર બંધ કરી દેવામાં આવ્યું છે. તેમણે વિનંતી કરી કે તેમનું ખાતું તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે. જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનના કોઈ ટિ્‌વટર એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી હોય. આ પહેલા પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય જાહેર પ્રસારણકર્તા રેડિયો પાકિસ્તાનનું એકાઉન્ટ ટિ્‌વટર દ્વારા બંધ કરવામાં આવ્યું હતું.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.