ઇન્ડીયાએ પ્રથમ મુકાબલામાં વેસ્ટઇન્ડીઝને રગદોળી નાખ્યું
ત્રિનિદાદ, ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી પહેલી ટી૨૦ માં ટીમ ઇન્ડીયાએ વેસ્ટઇંડીઝને ૬૮ રનોથી હરાવી દીધી છે. ભારતીય ટીમે પહેલી રમત બાદ વેસ્ટઇન્ડીઝને ૧૯૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં મેજબાન ટીમ નિર્ધારિત ઓવરોમાં આઠ વિકેટ પર ૧૨૨ રન જ બનાવી શકી.
વેસ્ટઇન્ડીઝના પાવર હિટર બેટ્સમેન ભારતીય સ્પીનર્સ સામે લાચાર બની ગયા. આર અશ્વિને પોતાની ચાર ઓવરમાં ફક્ત ૨૨ રન આપીને બે વિકેટ ઝડપી. તો બીજી યુવા રવિ બિશ્નોઇએ પોતાના ક્ટાના ઓવરોમાં ૨૬ રન આપીને બે વિકેટ લીધી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી.
ભારતે આપેલા ૧૯૧ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કેરેબિયાઇ ટીમને ઓપનર કાઇલ મયેર્સે તોફાની શરૂઆત આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ૬ બોલમાં ૧૫ રન બનાવીને આઉટ થઇ ગયા. તેમણે બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી છે.
વેસ્ટઇન્ડીઝની ટીમ આ શરૂઆતી ઝટકામાંથી નિકળી ન શકી. ત્યારબાદ શામરાહ બ્રૂક્સ ૧૫ બ ઓલમાં ૨૦ અને કેપ્ટન નિકોલસ પૂરન ૧૫ બોલમાં ૧૮ રન બનાવીને આઉટ થઇ ગયા. અહીંથી ટીમ ઇન્ડીયાની જીત પાકી થઇ ગઇ.
વેસ્ટઇન્ડીઝના પાવર હિટર્સ બેટ્સમેન ભારતીય સ્પિનર્સની સામે મોટા શોટ્સ રમવામાં નિષ્ફળ રહ્યા. પૂરન અને હેટમાયરને અશ્વિને આઉટ કર્યા. તો બીજી તરફ રોવમેન પોવેલ અને ઓડિયમ સ્મિથને રવિ બિશ્નોઇએ પેવેલિયન મોકલી દીધા. હોલ્ડરની વિકેટ જાડેજાએ લીધી.
પોવેલે ૧૪, હેટમાયરે ૧૪, અકીલ હુસૈને ૧૧ અને ઓડિયન સ્મિથ ઝીરો પર આઉટ થયા. અંતમાં કીમો પોલ ૨૨ બોલમાં ૧૯ અને અલ્ઝારી જાેસેફ ૧૧ ઓબલમાં પાંચ રન પર અણનમ પરત ફર્યા.SS1MS