Western Times News

Gujarati News

ભારત દુનિયાનો બીજાે સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બન્યો : મોદી

બેંગ્લુરુ, પીએમ મોદીએ બેંગ્લુરુમાં ઈન્ડિયા એનર્જી વીક ૨૦૨૩ કાર્યક્રમમાં ઈન્ડિયન ઓઈલ દ્વારા વિકસિત સોલર કુકિંગ સિસ્ટમના ટિ્‌વન-કૂકટોપ મોડેલનું અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે બેંગ્લુરુ ટેક્નોલોજી, ટેલેન્ટ અને ઈનોવેશનની એનર્જીથી ભરપૂર શહેર છે. મારી જેમ તમે પણ અહીંની યુવાન ઊર્જાને અનુભવી રહ્યા હશો.
ઈન્ડિયા એનર્જી વીક-૨૦૨૩ ભારતની જી-૨૦ની અધ્યક્ષતા માટે પ્રથમ મોટો કાર્યક્રમ છે. કરોડો લોકો ગરીબીમાંથી નીકળીને મધ્યમવર્ગની કેટેગરીમાં આવી ગયા છે. ભારત દુનિયાનો બીજાે સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત પાસે દુનિયામાં ચોથી સૌથી મોટી ક્રૂડ ઓઈલના રિસર્ચની ક્ષમતા છે. હાલ ભારત તેની રિફાઈનિંગ ક્ષમતાને ૨૫ કરોડ ટન વાર્ષિકથી વધારીને ૪૫ કરોડ ટન વાર્ષિક કરવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. ભારતમાં ગેસ પાઈપલાઈન નેટવર્ક આગામી ૪-૫ વર્ષમાં વર્તમાન ૨૨, ૦૦૦ કિલોમીટરથી વધારીને ૩૫,૦૦૦ કિલોમીટર સુધી પહોંચી જશે. મહામારી અને યુદ્ધ છતાં ૨૦૨૨માં ભારત એક ગ્લોબલ બ્રાઈટ સ્પોટ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ૨૧મી સદીના વિશ્વનું ભવિષ્ય નક્કી કરવામાં ઊર્જા ક્ષેત્રની મોટી ભૂમિકા રહી છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.