ભારતે વિક્રમજનક દૈનિક ૧૦ લાખ બેરલ ઓઈલ રશિયા પાસેથી ખરીદ્યું
(એજન્સી)નવી દિલ્હી, ભારતની રશિયામાંથી ક્રુડ ઓઈલની આયાત સતત વધી રહી છે. તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે વર્તમાન સમયમાં ભારત રશિયા પાસેથી ૧૦ લાખ બેરલ ઓઈલની આયાત કરી છે. ભારતે ઓઈલના ૨૫ ટકા હિસ્સેદારી એકલા રશિયામાંથી ખરીદી છે. India bought a record 10 lakh barrels of oil per day from Russia
ભારતને પણ આર્થિક રીતે પરવડે તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. રશિયામાંથી ભારતની ક્રુડ ઓઈલની આયાત ડિસેમ્બર,૨૦૨૨માં વધીને દૈનિક ૧૦ લાખ બેરલ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા વર્ષ સુધીમાં ભારતની કુલ ઓઈલ આયાતની હિસ્સેદારી ૦.૨ ટકા હતી.
અલબત ડિસેમ્બરમાં તેણે ભારતને દૈનિક ૧૧.૯૦ લાખ બેરલ ઓઈલનો પુરવઠો પૂરો પાડ્ય છે. આ અગાઉ નવેમ્બરમાં રશિયા પાસેથી ભારતની આયાત દૈનિક ૯,૦૯,૪૦૩ બેરલ હતી, ઓક્ટોબર,૨૦૨૨માં તે ૯,૩૫,૫૫૬ બેરલ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રશિયા ઓઈલનો પુરવઠો પ્રતિ બેરલ ૬૦ ડોલરથી આપવા સહમત થયું હતું,
જ્યારે ભારતને તે આ કિંમતથી પણ સસ્તુ મળી રહ્યું છે. ભારત વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ઓઈલ વપરાશકર્તા દેશ છે. તે પોતાની જરૂરિયાતનો ૮૫ ટકા હિસ્સો આયાત કરે છે. ભારતે ડિસેમ્બર મહિનામાં ઈરાકમાંથી ૮,૦૩,૨૨૮ બેરલ અને સાઉદી પાસેથી ૭,૧૮,૩૫૭ બેરલની આયાત કરી હતી.
જ્યારે સંયુક્ત અરબ અમીરાત પાસેથી ૩,૨૩,૮૧૧ બેરલ ઓઈલની આયાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા યુક્રેન યુદ્ધ અગાઉ ભારત તેની જરૂરિયાતોના આશરે ૬૦ ટકા ક્રુડ ઓઈલ મધ્ય પૂર્વ દેશોમાંથી મંગાવતુ હતું. જ્યારે અમેરિકામાંથી ૧૪ ટકા અને આફ્રિકાના દેશોમાંથી ૧૨ ટકા ઓઈલની આયાત કરતું હતું. અહેવાલ પ્રમાણે ભારતે ડિસેમ્બર,૨૦૨૧માં રશિયા પાસેથી દૈનિક ફક્ત ૩૬,૨૫૫ બેરલ આયાત કરી હતી.