૪૫ ભારતીયોના મૃતદેહ લઈ એરક્રાફ્ટ કેરળ પહોચ્યું
(એજન્સી)કોચી, કુવૈત અગ્નિકાંડમાં માર્યા ગયેલા ૪૫ ભારતીયોના મૃતદેહોને લઈને ઈન્ડિયન એરફોર્સનું વિમાન કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં કુલ ૪૫ ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા. India bring back the mortal remains of 45 of its nationals killed in a devastating fire in Kuwait by special flight.
ભારતીય વાયુસેનાના સી૧૩૦ જે સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું, જે કોચીમાં ઉતર્યું છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પોતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે.
કુવૈત અગ્નિકાંડમાં માર્યા ગયેલા સૌથી વધુ ૨૩ લોકો કેરળના નાગરિકો છે. આ પછી તમિલનાડુના ૭ લોકો છે. આ સિવાય ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશના ૩-૩ નાગરિકો પણ માર્યા ગયા છે. આ આગને કારણે ઓડિશાના બે લોકોના પણ મૃત્યુ થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, ઝારખંડ, બંગાળ, પંજાબ અને હરિયાણાના એક-એક નાગરિકનું મૃત્યુ થયું છે.
કુવૈતી મીડિયા અનુસાર, આગ રસોડામાં લાગી હતી, મોટાભાગના મૃત્યુ ધુમાડાને કારણે થયા હતા. અલ-અહમદી ગવર્નરેટના અધિકારીઓને ૧૨ જૂન (બુધવાર)ના રોજ સવારે ૪.૩૦ વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી. મતલબ કે આગ વહેલી સવારે જ્યારે લોકો ઊંઘમાં હતા ત્યારે લાગી હતી. કુવૈતી મીડિયા અનુસાર, બાંધકામ કંપની દ્ગમ્્ઝ્ર ગ્રૂપે ૧૯૫ થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના લોકો રહેતા હતા.