Western Times News

Gujarati News

ભારત-ચીનના સંબંધો સુધારાના તબક્કામાં પ્રવેશી રહ્યા છે: ચીન

નવી દિલ્હી, ભારતમાં ચીનના રાજદૂતે ભારત-ચીન સંબંધો પર એક કાર્યક્રમમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. ચીની રાજદૂત શુ ફેઈહોંગે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું હતું કે, ભારત-ચીનના સંબંધો સુધારાના તબક્કામાં પ્રવેશી રહ્યા છે.

મહત્વનું છે કે, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સામસામેના તણાવને સમાપ્ત કરવા માટે ગયા વર્ષે થયેલી સમજૂતી બાદ નવી દિલ્હી અને બેઈજિંગ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની પ્રક્રિયામાં છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ૧૮ ડિસેમ્બરના રોજ બેઇજિંગમાં ૨૩મો ખાસ પ્રતિનિધિ સંવાદ યોજ્યો હતો. ઝુએ જણાવ્યું હતું કે, ‘ચીન-ભારત સરહદ પ્રશ્ન પર ૨૩મી ખાસ પ્રતિનિધિઓની બેઠક અને ઉપ-વિદેશ મંત્રી-વિદેશ સચિવ સંવાદ બેઇજિંગમાં સફળતાપૂર્વક યોજાયો હતો.

જેમાં સરહદ પ્રશ્ન અને વ્યવહારુ સહયોગ પર ઘણી સામાન્ય સર્વસંમતિઓ થઈ હતી. જે ચીન-ભારત સંબંધોને ફરીથી શરૂ કરવાની એક મહત્વપૂર્ણ તક ઊભી કરે છે અને આપણા બંને દેશોના યુવાનો વચ્ચે આદાનપ્રદાન અને સહયોગ માટે એક વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડે છે.’જોકે, ત્રીજા ચીન-ભારત યુવા સંવાદમાં બોલતા રાજદૂતે વાટાઘાટોના ચોક્કસ પરિણામો વિશે વિગતવાર માહિતી આપી ન હતી.

તેમણે કહ્યું કે, ચીન-ભારત સંબંધ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાંનો એક છે. ચીન-ભારતના મજબૂત અને સ્થિર સંબંધ બંને દેશોના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાયની અપેક્ષાઓને પૂર્ણ કરે છે. ચીન-ભારત સંબંધો સુધારાના તબક્કામાં પ્રવેશી રહ્યા છે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.