ભારત સતત તેની સેનાને આધુનિક અને મજબૂત બનાવી રહ્યું છેઃ US
વોશિંગ્ટન, યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રીના ટોપ ઈન્ટેલિજન્સ ઓફિસરે અમેરિકન સંસદમાં જણાવ્યું છે કે ભારતીય સેના સતત પોતાની તાકાત વધારી રહી છે. ચીનને પાછળ રાખવા અને રશિયન સાધનો પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સતત પોતાની સેનાને આધુનિક બનાવી રહ્યું છે.
અમેરિકામાં ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ જેફરી ક્›સે ચીનનો સામનો કરવા સંસદમાં ચાલી રહેલી બેઠક દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગૃહની સશસ્ત્ર સેવા સમિતિ અને ઈન્ટેલિજન્સ સબકમિટીના સભ્યોને જણાવ્યું હતું કે ભારતે ગયા વર્ષે જી-૨૦ આર્થિક સમિટની યજમાની કરીને વૈશ્વિક નેતા તરીકે પોતાને દર્શાવ્યું હતું અને સાથે જ પીપલ્સ રિપબ્લિક આૅફ ચાઇનાની ગતિવિધિઓને નાથવા માટે પોતાને સક્ષમ સાબિત કર્યું છે.
તેમણે કહ્યું છે કે ભારતે પ્રશિક્ષણ અને સંરક્ષણ વેચાણ દ્વારા ફિલિપાઈન્સ જેવા પ્રાદેશિક દક્ષિણ ચીન સાગરના દાવેદારો સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અદ્યતન ભાગીદારી કરી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ળાન્સ અને જાપાન સાથે તેના સહયોગને વધુ મજબૂત બનાવ્યો છે.
ક્રુસે વધુમાં કહ્યું હતું કે ૨૦૨૩ માં, ભારતે ચીન સાથે સ્પર્ધા કરવા અને રશિયન ઉપકરણો પર તેની નિર્ભરતા ઘટાડવા માટે તેના સૈન્યને અત્યાધુનિક બનાવવા માટે ઘણા પગલાં લીધાં છે. ભારતે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું દરિયાઈ પરીક્ષણ કર્યું હતું અને મુખ્ય સંરક્ષણ તકનીકોના સ્થાનાંતરણ પર કેટલાક પશ્ચિમી દેશો સાથે પણ વાતચીત કરી છે.SS1MS