ભારતે હિન્દ મહાસાગરમાં ૧૧ સબમરીન અને ૩૫ યુદ્ધ જહાજ તૈનાત કર્યા
(એજન્સી)નવીદિલ્લી, હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિ અને ચાંચિયાઓના આતંકને જોતા ભારતે મોટું પગલું ભર્યું છે. વાત જાણે એમ છે કે, ભારતે હિંદ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોમાં રેકોર્ડ ૧૧ સબમરીન તૈનાત કરી છે જે પાણીમાં મોટું ઓપરેશન હાથ ધરી છે. આ સાથે ભારતીય નૌકાદળે ૩૫ યુદ્ધ જહાજો પણ તૈનાત કર્યા છે
જે સતત દેખરેખ અને પેટ્રોલિંગ કામગીરી કરી રહ્યા છે. દરિયાઈ વિસ્તારમાં ૫ એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવ્યા છે જેથી જરૂર પડ્યે તરત જ હવાઈ મદદ મળી શકે. તાજેતરના વર્ષોમાં ચીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરી છે. વિવિધ પ્રવૃત્તિઓના બહાના હેઠળ ચીન આ વિસ્તારમાં સતત નૌકાદળના જહાજો, સેટેલાઇટ ટ્રેકર્સ અને સબમરીન મોકલી રહ્યું છે.
હવે ભારતે પણ પોતાની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિ અને ચાંચિયાઓના આતંકને જોતા ભારતે મોટું પગલું ભર્યું છે. વાત જાણે એમ છે કે, ભારતે હિંદ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોમાં રેકોર્ડ ૧૧ સબમરીન તૈનાત કરી છે જે પાણીમાં મોટું ઓપરેશન હાથ ધરી છે.
આ સાથે ભારતીય નૌકાદળે ૩૫ યુદ્ધ જહાજો પણ તૈનાત કર્યા છે જે સતત દેખરેખ અને પેટ્રોલિંગ કામગીરી કરી રહ્યા છે. દરિયાઈ વિસ્તારમાં ૫ એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવ્યા છે જેથી જરૂર પડ્યે તરત જ હવાઈ મદદ મળી શકે. તાજેતરના વર્ષોમાં ચીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરી છે.