ભારતે 47 વર્ષનું કામ 6 વર્ષમાં કર્યુઃ વિશ્વ બેંક

(એજન્સી)નવી દિલ્હી, જન ધન બેંક ખાતા, આધાર અને મોબાઈલ ફોન જેના ડિઝિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર ભારત ૮૦ ટકા નાણાકીય સમાવેશન દર હાસિલ કરવા માટે ૪૭ વર્ષ લાગે છે જેને ભારતે માત્ર ૬ વર્ષોમાં હાસિલ કરી દીધુ છે.
આ વાત વિશ્વ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલ એક જી૨૦ પોલીસી ડોક્યુમેન્ટમાં કરવામાં આવી છે.
વિશ્વ બેંકના આ ડોક્યુમેન્ટમાં આ પણ નોધવામાં આવ્યું છે કે છેલ્લા નાણાકીય વર્ષમાં યુપીઆઈ ટ્રાંજેક્શનની કુલ વેલ્યુ ભારતની નોમિનલ જીડીપીનો લગભગ ૫૦ ટકા હતો.
મળતી માહિતી પ્રમાણે વિશ્વ બેંકના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ભારતમાં ડિઝિટલ પેમેન્ટ ઈન્ફાસ્ટ્રચરના ઉપયોગથી ગ્રાહકોને જાેડવામાં બેંકોનો ખર્ચ ૨૩ ડોલરથી ઘટીને ૦.૧ ડોલર થઈ ગયો છે.
માર્ચ ૨૦૨૨ સુધી ભારતને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર (ડીબીટી) દ્વારા ૩૩ વિલિયન ડોલરની કુલ બચત થઈ છે. જે તેની જીડીપીના લગભગ ૧.૧૪ ટકા ના બરાબર છે.
જી૨૦ ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઈનાન્શિયલ ઈંક્લુઝન (જીપીએફઆઈ) માટે આ દસ્તાવેજ વિશ્વ બેંક દ્વારા ભારતના નાણાં મત્રાલય અને રિઝર્વ બેંક (RBI)ના પ્રતિનિધિત્વવાળા જી૨૦ ઈન્ડિયાના માર્ગદર્શન અને ઈનપુટ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
ભારત નવી દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહેલ જી૨૦ શિખર સમ્મેલનમાં ડિઝિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ ઈંક્લુઝનના બાબતમાં પોતાની સફળતાઓને પ્રદશિત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. વર્લ્ડ બેંકના ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે
તે પ્રમાણે ઈન્ડિયા સ્ટેક ડિઝિટલ આઈડી, ઈંટરઓપરેબલ પેમેન્ટ, ડિઝિટલ ક્રેડેશિયલ લેજર અને એકાઉન્ટ એગ્રીગ્રેશનની સાથે ડિઝિટલ પેમેન્ટ ઈંફ્રાસ્ટ્રચરનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. દસ્તાવેજમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર ૬ વર્ષોમાં ભારતે તેના ૮૦ ટકા નાણાકીય સમાવેશન દર હાંસલ કર્યો છે.