Western Times News

Gujarati News

ભારત ૨૦૨૭ સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે

૨૦૩૦ સુધીમાં ભારતનું શેરબજાર વિશ્વના ટોપ ૩માં હશે

નવી દિલ્હી, ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને ૨૦૨૭ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. વૈશ્વિક પ્રવાહો અને દેશ દ્વારા ટેક્નોલોજી અને ઉર્જાના ક્ષેત્રોમાં કરવામાં આવેલા મોટા રોકાણોના આધારે, તે ૨૦૩૦ સુધીમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું શેરબજાર બનવાની સંભાવના છે. આ રિપોર્ટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીનો છે.

મોર્ગન સ્ટેનલીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત પહેલાથી જ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, જેણે છેલ્લા એક દાયકામાં સરેરાશ જીડીપી વૃદ્ધિ દર ૫.૫ ટકા નોંધાવ્યો છે. હવે ૧ અબજથી વધુ લોકોના દેશમાં સ્થાપિત ત્રણ મેગાટ્રેન્ડ્‌સ વૈશ્વિક ઓફશોરિંગ, ડિજિટાઈઝેશન અને એનર્જી ટ્રાન્સમિશન ભારતને અભૂતપૂર્વ આર્થિક વૃદ્ધિ તરફ આગળ ધપાવશે.

મોર્ગન સ્ટેનલીના મુખ્ય રણનીતિકાર રિધમ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારું માનવું છે કે ભારત ૨૦૨૭ સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે અને આ દાયકાના અંત સુધીમાં ત્રીજું સૌથી મોટું બજાર બનશે.

પરિણામે, ભારત વૈશ્વિક ક્રમમાં શક્તિ પ્રાપ્ત કરી રહ્યું છે અને અમારા મતે એક પેઢીમાં આ નોંધપાત્ર પરિવર્તન રોકાણકારો અને કંપનીઓ માટે એકસરખી શ્રેષ્ઠ તક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આજે ઇં૩.૫ ટ્રિલિયનથી વધીને ૨૦૩૧ સુધીમાં ઇં૭.૫ ટ્રિલિયનથી વધુ થઈ શકે છે.

વૈશ્વિક નિકાસમાં તેનો હિસ્સો પણ આ જ સમયગાળામાં બમણો થઈ શકે છે, જ્યારે મ્જીઈ ૧૧ ટકા વાર્ષિક વૃદ્ધિ આપી શકે છે, જે ઇં૧૦ ટ્રિલિયનના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચી શકે છે. મોર્ગન સ્ટેનલીના મુખ્ય અર્થશાસ્ત્રી ચેતન આહ્યાએ જણાવ્યું હતું કે, હાલમાં વિકાસનો અભાવ ધરાવતા વિશ્વમાં, ભારત વૈશ્વિક રોકાણકારોના રડાર પર હોવું જાેઈએ.

ભારત વિશ્વની માત્ર ત્રણ અર્થવ્યવસ્થાઓમાંની એક હશે. આનાથી ૨૦૨૩ સુધીમાં વાર્ષિક આર્થિક ઉત્પાદનમાં ઇં૪૦૦ બિલિયનથી વધુની વૃદ્ધિ થઈ શકે છે અને તે ૨૦૨૮ પછી વધીને ઇં૫૦૦ બિલિયનથી વધુ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.