ર૦૩૦ સુધીમાં ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બની જશે
વૈશ્વિક એજન્સી મોર્ગન સ્ટેન્લીનો રીપોર્ટઃભારતીય જીડીપી-૭.પ ટ્રીલીયન અમેરીકી ડોલરથી આગળ વધશે
(એજન્સી) નવીદિલ્હી, વિશ્વમાં આગામી દિવસોમાં મંદી સહિતની ધારણાઓ તથા ફૂગાવાની સતત વધી રહેલી અસર વચ્ચે પણ ભારતીય અર્થતંત્રએ વિશ્વમાં સૌથી શાનદાર દેખાવ કરશે અને ર૦૩૦ સુધીમાં દુનિયાનુૃ ત્રીજા નંબરનુૃ સૌથી મોટુ અર્થતંત્ર બની જશે.
વશ્વિક એજન્સ મોર્ગન સ્ટેન્લી દવારા તેના રીપોર્ટમાં આ અનુમાન લગાવાયુ છે. અને જણાવાયુ છે કે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચરમાં, ઉત્પાદન, ઉર્જામા, જે બદલાવ આવી રહ્યો છે તેનાથી વિકાસને વેગ મળ્યો છે. અને ખાસ કરીને એડવાન્સ ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચરના કારણે દેશની આર્થિક વ્યવસ્થામાં પણ ઝડપ આવી છે.
અને ર૦૩૦ સુધીમાં તો ભારત એ વિશ્વમાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે. મોર્ગન સ્ટેન્લીએ એ પણ દાવો કર્યો છે કે ભારતીય જીડીપી ર૦૩૧ સુધીમાં ૭.પ ટ્રીલીયન ડોલરને ક્રોસ કરી જશે. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં જે ખાસ બદલાવ આવી ગયો છે તેના કારણે રોકાણકારો અને કંપનીઓ માટેે મોટા અવસર પેદા થશે.
ભારત જનસંખ્યા, ડીજીટલીકરણ, ડી-કાર્બનાઈઝશન અને ડી-ગ્લોબલાઈઝેશન ભણી આગળ વધી રહ્યુ છે. અને આ દશકાના અંત સુધીમાં તો વિશ્વના રપ ટકા અર્થતંત્રને ભારત ચલાવતુ હશે. મોર્ગન સ્ટેન્લીના રીપોર્ટમાં જણાવાયુ છે કે આગામી દસકમાૃ પ્રતિ વ્યક્તિ આવક ૩પ હજાર અમેરીકી ડોલર ધરાવતા પરિવારોની સંખ્યા પાંચ ગણી વધી જશે.
આગામી એક દશકામાં ભારતમા અઢી કરોડ પરિવારો એવા હશે કે જેની વાર્ષિક આવક ૩પ હજાર ડોલરથી વધુ હશે. મોર્ગન સ્ટેન્લીના અનુસાર ર૦૩૧ સુધીમાં ભારતીય જીડીપી ૭.પ ટ્રીલીયન અમરેીકી ડોલર પહોંચી જશે. અને પ્રતિ વ્યક્તિ આવક રર૭૮ અમેરીકી ડોલરથી વધીને પ૪૪ર અમેરીકી ડોલર સુધી થઈ જશે.