ભારતના અર્થતંત્રએ જાપાનને પાછળ પાડ્યુંઃ હવે ત્રણ જ દેશ ભારતથી આગળ

૪,૦૦,૦૦૦ કરોડ ડોલરનું અર્થતંત્ર બની ભારતે રચ્યો ઈતિહાસ, નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે આ માહિતી શેર કરી
USA 30.51 ટ્રિલયન ડોલર સાથે પહેલા નંબરે, ચાઈના 19.23 ટ્રિલીયન સાથે બીજા નંબરે અને જર્મની 4.74 ટ્રિલીયન ડોલરે ત્રીજા નંબરે છે. ભારત 4.19 ટ્રિલીયન સાથે ચોથા નંબરે પહોંચી ગયું છે
નવી દિલ્હી, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે આ માહિતી શેર કરી છે.
નીતિ આયોગની ગવ‹નગ કાઉન્સિલની ૧૦મી બેઠક બાદ તેમણે કહ્યું, ગ્લોબલ અને ઈકોનોમિક માહોલ ભારત માટે અનુકૂળ રહેલો છે અને જેમ હું બોલું છું, આપણે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આજે આપણે ૪ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની ગયા છીએ.
નીતિ આયોગની બેઠક બાદ સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે આંતરરાષ્ટ્રીય નાણાક૨ીય ભંડોળ ના ડેટાને ટાંકીને કહ્યું છે કે હવે ભારતીય અર્થતંત્ર જાપાન કરતા પણ મોટું થઈ ગયું છે. ભારતે આ સીમાચિહ્ન હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે અને હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મનીની અર્થવ્યવસ્થાઓ ભારતથી આગળ છે. સુબ્રમણ્યમે વધુમાં કહ્યું કે જો આપણે આપણી યોજના પર અડગ રહીશું,
તો આગામી અઢીથી ત્રણ વર્ષમાં આપણે જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું. ભારતે વૈશ્વિક આર્થિક સ્તરે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ જાહેરાત કરતાં કહ્યું કે, ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતનું અર્થતંત્ર ૪,૦૦,૦૦૦ કરોડ ડોલરને વટાવી ગયું છે. આ સાથે જ આપણે ઈતિહાસ રચી દીધો છે.
USA 30.51 ટ્રિલયન ડોલર સાથે પહેલા નંબરે, ચાઈના 19.23 ટ્રિલીયન સાથે બીજા નંબરે અને જર્મની 4.74 ટ્રિલીયન ડોલરે ત્રીજા નંબરે છે. ભારત 4.19 ટ્રિલીયન સાથે ચોથા નંબરે પહોંચી ગયું છે
આ આંકડા ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ ના તાજેતરના ડેટા પર આધારિત છે. નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગ ગર્વનિંગ કાઉન્સિલની બેઠક બાદ સુબ્રમણ્યમે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે ‘ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. આપણી અર્થવ્યવસ્થા ૪ ટ્રિલિયન ડોલર એટલે કે ચાર લાખ કરોડ ડોલરને વટાવી ગઈ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેટાના આધારે ભારત જાપાનથી આગળ નીકળી ગયું છે.
હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા, ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ ભારતથી આગળ છે. જો ભારત આ જ રીતે યોજના પ્રમાણે કામ કરતું રહેશે, તો ત્રણેક વર્ષમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
આઈએમએફ ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (એપ્રિલ ૨૦૨૫) રિપોર્ટ અનુસાર, ૨૦૨૬ માં ભારતનો જીડીપી લગભગ ૪,૧૮૭ અબજ ડૉલર રહેશે. જ્યારે જાપાનનો જીડીપી ૪,૧૮૬ અબજ ડૉલર રહેવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ સુધીમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. આઈએમએફનો અંદાજ હતો કે ૨૦૨૫ અને ૨૦૨૬માં ભારતનો વિકાસ દર અનુક્રમે ૬.૨% અને ૬.૩% રહી શકે છે.
ભારતીય અર્થતંત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. યુનાઈટેડ નેશન્સના એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય અર્થતંત્ર ચીનને તો ઠીક, અમેરિકા અને સમગ્ર યુરોપને પણ પાછળ છોડી દઈ શકે છે.
આ વર્ષે ભારતનું અર્થતંત્ર ૬.૩%ની ગતિએ આગળ વધશે, જે દુનિયાના કોઈ પણ અર્થતંત્રના વિકાસ દર કરતા વધુ છે. આ દરમિયાન ચીનનું અર્થતંત્ર ૪.૬%, અમેરિકાનું ૧.૬%, જાપાનનું ૦.૭% અને યુરોપનું ૧%ના દરે વધવાનું અનુમાન છે. જર્મનીના અર્થતંત્રમાં તો ૦.૧%નો સામાન્ય ઘટાડો થઈ શકે એમ છે.