Western Times News

Gujarati News

ઇન્ડિયા એક્ઝિમ બેન્કે પ્રથમ 10 વર્ષીય સસ્ટેનેબિલિટી બોન્ડનું ઇન્ડિયા INX, ગિફ્ટી IFSCમાં લિસ્ટિંગ કરાવ્યું

ઇન્ડિયા એક્ઝિમ બેન્કનાં એન્વાયર્નમેન્ટ સોશિયલ ગવર્નન્સ (ESG) ફ્રેમવર્ક હેઠળનાં પ્રથમ એક અબજ ડોલરનાં 10 વર્ષનાં સસ્ટેનેબલ બોન્ડનું લિસ્ટિંગ બેન્કનાં મેનેજિંગ ડિરેક્ટર હર્ષા બંગારી અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરુણ શર્માનાં હસ્તે ઇન્ડિયા INX, ગિફ્ટી IFSC ખાતે  3 માર્ચ, 2023નાં રોજ કરવામાં આવ્યું હતું. India Exim Bank lists its maiden benchmark-sized 10-year Sustainability Bond at India INX- GIFT IFSC

આ પ્રસંગે ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળનાં ફાઇનાન્સિયલ સર્વિસિસ વિભાગના સેક્રેટરી ડો. વિવેક જોષી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી IFSCAના ચેરપર્સન ઇન્જેતી શ્રીનિવાસ ઉપસ્થિત રહ્યા હતા.

10 જાન્યુઆરી, 2023નાં રોજ ઇન્ડિયા એક્ઝિમ બેન્કે તેનાં ESG ફ્રેમવર્ક હેઠળ 144A/Reg-S ફોર્મેટમાં તેનાં પ્રથમ એક અબજ ડોલરનાં 10 વર્ષીય સસ્ટેનેબિલિટી બોન્ડ જારી કર્યા હતા. આ ઇશ્યુ સાથે ઇન્ડિયા એક્ઝિમ બેન્ક વર્ષ 2023માં ડોલર અને સસ્ટેનિબિલિટી બોન્ડ ઇશ્યુઅન્સિસ માટે બજાર ખુલ્લું મૂકનાર પ્રથમ ભારતીય ઇશ્યુઅર બની છે.

વર્ષનાં મજબૂત પ્રારંભ અને રચનાત્મક બજારનાં જોરે ઇન્ડિયા એક્ઝિમ બેન્કે મજબૂત માંગનો લાભ ઉઠાવ્યો હતો અને ઇન્ટ્રા ડે એક્ઝિક્યુશન તથા 30 બીપીએસનાં ઇનિશિયલ પ્રાઇસ ગાઇડન્સ ટાઇટનિંગ કર્યું હતું, જે અંતે CT10+190  બીપીએસ થયું હતું અને કર્વ પર ફેર વેલ્યુ પોઇન્ટ પર હતું.

ભૌગોલિક વિતરણનાં સંદર્ભમાં બોન્ડ્સનું વિતરણ સપ્રમાણ થયું હતું. EMEA રિજનમાં 39%, APACમાં 32% અને USAમાં 29%વિતરણ થયું હતું. બોન્ડનું વિતરણ હાઇ ક્વોલિટી ઇન્વેસ્ટર્સમાં થયું હતું, જેમાં ફન્ડ અને એસેટ મેનેજર્સને 70% , બેન્કોને 12% અને સોવરિન વેલ્થ ફન્ડ્સને 10% બોન્ડ વહેંચવામાં આવ્યા હતા. એ પછી ઇન્શ્યોરન્સ /પેન્શન કોર્પોરેશન્સ, પ્રાઇવેટ બેન્કો અને અન્યોને આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળનાં ફાઇનાન્સિયલ સર્વિસિસ વિભાગના સેક્રેટરી ડો. વિવેક જોષીએ જણાવ્યું હતું કે, “GIFT-IFSC માટે ભારત સરકારનું વિઝન આત્મનિર્ભર ભારતનાં વિઝનને અનુરુપ છે, જે ભારતને ગ્લોબલ ફાઇનાન્સિયલ હબ બનાવે છે.

આજે, ઇન્ડિયા એક્ઝિમ બેન્કનાં સર્વ પ્રથમ એક અબજ ડોલરનાં 10 વર્ષીય સસ્ટેનેબિલિટી બોન્ડનું લિસ્ટિંગ પોતે જ ભારતનાં ક્લાઇમેટ એક્શન ગોલ્સમાં ઇન્ડિયા INX  અને GIFT-IFSCની ભૂમિકાને મજબૂત કરવાની અમારી પ્રતિબધ્ધતાની દિશામાં પ્રમાણ છે.”

IFSCAના ચેરપર્સન ઇન્જેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, એ જોતા અમને આનંદ થાય છે કે ઇન્ડિયા એક્ઝિમ બેન્કે તેનાં એક અબજ ડોલરનાં સસ્ટેનેબિલિટી બોન્ડનું ઇન્ડિયા INX  પર લિસ્ટીંગ કરાવ્યું  છે. ઇન્ડિયા એક્ઝિમ બેન્ક દ્વારા એકત્ર કરવામાં આવેલી મૂડીનો ઉપયોગ અન્ય બાબતો ઉપરાંત વિકાસશીલ દેશોમાં ગ્રીન અને સોશિયલ પ્રોજેક્ટ્સ માટે ધિરાણ આપવા કરવામાં આવશે.

આમ, વિશ્વનાં દક્ષિણ દેશોમાં સસ્ટેનેબલ ફાઇનાન્સ ક્ષેત્રમાં મૂડી પ્રવાહ અને ક્ષમતા નિર્માણને વેગ આપવામાં ભારતની ભૂમિકા મજબૂત બનશે. આ બોન્ડ ઇશ્યુ GIFT IFSC દ્વારા સસ્ટેનેબલ ફાઇનાન્સ એકત્ર કરવાનાં IFSCAનાં હેતુને અનુરૂપ છે.”

ઇન્ડિયા એક્ઝિમ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર હર્ષા બંગારીએ જણાવ્યું હતું કે, “ESG ફ્રેમવર્ક હેઠળ અમારાં પ્રથમ બેન્ચમાર્ક સાઇઝ્ડ સસ્ટેનિબિલિટી બોન્ડ સાથે ભારતીય ઇશ્યુઅર્સ માટે ડેટ માર્કેટ ખુલ્લું મૂકવા બદલ ખુશ છીએ. આ ઇશ્યુ ભારત તથા તેનાં ભાગીદાર વિકાસશીલ દેશો બંનેમાં સસ્ટેનેબલ ફાઇનાન્સિંગની દિશામાં અમારી મજબૂત પ્રતિબધ્ધતા દર્શાવે છે અને તે વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલિ સાથે અમને અનુરુપ બનાવે છે.

ઇન્ડિયા INX અમારાં બોન્ડ માટે મહત્વનું પ્લેટફોર્મ છે અને એમ કહેતાં અમને ગૌરવ થાય છે કે ઇન્ડિયા એક્ઝિમ બેન્ક સંયુક્ત રીતે ઇન્ડિયા INX પર લિસ્ટ થનાર સૌથી મોટી બોન્ડ ઇશ્યુઅર છે. આજનો સમારોહ ખરેખર અમારા માટે વિશેષ છે કારણ કે અમે પ્રથમ વાર ઇન્ડિયા INX GIFT સિટી ખાતે લિસ્ટિંગ સમારોહ યોજી રહ્યા છીએ.”

ઇન્ડિયા એક્ઝિમ બેન્કના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરુણ શર્માએ જણાવ્યું હતું કે, “ઇન્ડિયા એક્ઝિમ બેન્ક ઇશ્યુઅન્સ તક માટે બજારનું સક્રિય મોનિટરીંગ કરી રહી છે. બેન્કનો ક્વાસી-સોવરિન  (અર્ધ-સાર્વભૌમ) પ્રકાર, બોન્ડની EMBIG ઇન્ડેક્સ માન્યતા અને સસ્ટેનેબલ ફાઇનાન્સિંગની દિશામાં પ્રતિબધ્ધતાને કારણે જાણીતા રોકાણકારોએ ભારે રસ દર્શાવ્યો હતો અને પીક ઓર્ડર બુક 3.7 ગણી થઈ હતી.

છેલ્લે માર્ચ 2022માં ઇશ્યુનાં નવ મહિના બાદ ઇન્ડિયા એક્ઝિમ બેન્કનાં 2033 સસ્ટેનિબિલીટી બોન્ડે ભારતીય ઇશ્યુઅર માટે જી 3 માર્કેટ પુનઃ ખોલી દીધું છે. ઇન્ડિયા એક્ઝિમ બેન્કે તેની ESG પહેલ વિસ્તૃત કરવાની દિશામાં સતત કાર્ય કર્યું છે અને તેનાં હિતધારકો સાથે પારદર્શિતા અને સંવાદ જાળવી રાખ્યો છે.

અગ્રણી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ સાથે તુલના કરી શકાય તેવી સુવિધાઓની મદદથી અમે ઇન્ડિયા INX ખાતે લિસ્ટિંગ ચાલુ રાખવા માટે અને એક્સચેન્જનાં વિકાસની દિશામાં મહત્વની ભૂમિકા ભજવવા માટે આશાવાદી છીએ.”

લિસ્ટિંગ અંગે ટિપ્પણી કરતા ઇન્ડિયા INX ખાતે ચીફ બિઝનેસ ઓપરેશન્સ એન્ડ લિસ્ટિંગ અરૂણકુમાર ગણેશને જણાવ્યું હતું કે, “અમારા એક્સચેન્જમાં ઇન્ડિયા એક્ઝિમ બેન્ક દ્વારા એક અબજ ડોલરનાં સૌથી મોટાં સસ્ટેનેબિલિટી બોન્ડ ઇશ્યુઅન્સને આવકારતા અમે ખુશી અનુભવીએ છીએ.

સસ્ટેનેબિલિટી માટે મૂડી એકત્ર કરવા ગિફ્ટી IFSC પસંદગીનાં સ્થળ તરીકે ઊભરી રહ્યું છે અને એક્સચેન્જની સ્થાપના થઈ ત્યારથી જ આઇએફએસસીને ટેકો આપનાર ઇન્ડિયા એક્ઝિમ બેન્કજ જેવાં મજબૂત ભાગીદારોનાં સાથથી અમને આશા છે કે IFSC ભારતમાં ગ્રીન ફાઇનાન્સિંગ અને સસ્ટેનેબલ ફાઇનાન્સિંગની દિશામાં વિદેશી મૂડી એકત્ર કરવા માટેનાં પ્રવેશદ્વાર તરીકે ઊભરશે.

આ સાથે, ઇન્ડિયા INX પર લિસ્ટ થયેલાં કુલ બોન્ડની રકમ 50 અબજ ડોલરે પહોંચી છે. આ સફળતા બદલ અમે ઇન્ડિયા એક્ઝિમ બેન્કને અભિનંદન પાઠવીએ છીએ અને ચાલુ વર્ષમાં ભારતીય ઇશ્યુઅર્સની અત્યંત મજબૂત હરોળ માટે આશાવાદી છીએ.”

સસ્ટેનીબિલિટી બોન્ડની ચોખ્ખી આવકનો ઉપયોગ બેન્કનાં ઇએસજી ફ્રેમવર્ક હેઠળ માન્ય પ્રોજેક્ટ્સ માટે થશે. આ પ્રોજેક્ટ પસંદગીની ગ્રીન અને સોશિયલ કેટેગરી સાથે અનુરુપ છે, જેમાં અક્ષય ઊર્જા, ક્લિન ટ્રાન્સપોર્ટેશન, આવશ્યક સેવાઓ અને પાયાની માળખાકીય સુવિધા, એફોર્ડેબલ હાઉસિંગ અને સસ્ટેનેબલ વોટર તથા વેસ્ટવોટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. સસ્ટેનેબિલિટી બોન્ડ હેઠળ મળનારી આવકનાં ઉપયોગનું વાર્ષિક રિપોર્ટિંગ એક્સ્ટર્નલ વેરિફિકેશનને આધીન છે.

બાર્કલેઝ, બેન્ક ઓફ અમેરિકા, સિટીગ્રૂપ, એચએસબીસી, જેપી મોર્ગન, MUFG અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ઓફરિંગનાં જોઇન્ટ લીડ મેનેજર્સ અને બુક રનર્સ તરીકે કામ કર્યું હતું. S&P એ ઇન્ડિયા એક્ઝિમ બેન્કને ભારત સરકારની જેમ જ ‘BBB- (સ્ટેબલ) અને ફિચ દ્વારા ‘BBB- (સ્થિર)’ રેટિંગ આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.