Western Times News

Gujarati News

ભારતે પેલેસ્ટાઇનના લોકો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના

નવી દિલ્હી, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે, જેમાં અત્યાર સુધીમાં ૬૫૦૦ લોકોના મોત થયા છે. આ દરમિયાન ભારતે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પોતાનું વલણ રજૂ કર્યું હતું. યુએનમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ આર રવિન્દ્રએ બેઠક દરમિયાન નાગરિકોના જીવન પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને યુદ્ધમાં નાગરિકોના જીવનને લઈને ચિંતિત છે.

અમે ઇઝરાયેલ પરના હુમલાની નિંદા કરીએ છીએ. રાજદૂત આર રવિન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્દોષ લોકોના મોત પર ચિંતા અને શોક વ્યક્ત કરનારા પ્રથમ વૈશ્વિક નેતાઓમાંના એક હતા. સંકટના આ સમયમાં ભારત ઈઝરાયેલની સાથે છે. આતંકવાદીઓનો સામનો કરી રહેલા લોકો પ્રત્યે અમારી સંવેદના છે.

અમે ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. બંને બાજુના નાગરિકોએ ચિંતા કરવી જાેઈએ. આપણે સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો વિશે વિચારવું જાેઈએ. તેમણે કહ્યું કે, ભારત ઈઝરાયલની સાથે છે અને પેલેસ્ટાઈનના નિર્દોષ લોકો માટે ચિંતિત છે. ભારતે પેલેસ્ટિનિયન લોકોને દવાઓ અને ખાદ્ય પદાર્થો સહિત ૩૮ ટન માનવતાવાદી સહાય મોકલી છે. ભારતે હંમેશા બે દેશોના ઉકેલને સમર્થન આપ્યું છે.

ભારત આ પડકારજનક સમયમાં પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવા જાેઈએ. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને મંગળવારે સુરક્ષા પરિષદની મંત્રી સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મધ્ય પૂર્વની સ્થિતિ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. સભાને સંબોધતા તેમણે કહ્યું કે કોઈપણ રાષ્ટ્રને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.

અમે અમારા લોકોની હત્યા સહન કરી શકતા નથી. બ્લિંકને હમાસ હુમલા અને મુંબઈ હુમલા વચ્ચે સમાનતા બતાવી હતી. નોંધનીય છે કે ઈઝરાયેલની સેનાએ ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હવાઇ હુમલાઓ કર્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ઈઝરાયેલની સેનાએ ૪૦૦થી વધુ ટાર્ગેટ પર બોમ્બમારો કર્યો છે. હમાસના ત્રણ ડેપ્યુટી કમાન્ડર સહિત સેંકડો પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે.

ગાઝામાં ૨૪ કલાકમાં ૭૦૪ લોકોના મોત થયા છે. ઇઝરાયલે મસ્જિદોમાં બનેલા હમાસના અનેક કમાન્ડ સેન્ટરોને નષ્ટ કર્યા હતા. એક ટનલ પણ નષ્ટ કરવામાં આવી હતી, જેના દ્વારા આતંકવાદીઓ દરિયાઈ માર્ગે ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.