ભારતે વર્ષ ૧૯૪૭ થી આજદિન સુધી અનેક બહાદુર જવાનો ખોયા છે ?! બહું થયું ?!

ભારતના અનેક જાંબાઝ જવાનોની શૌર્યગાથાને અને પરમવીર ચક્ર હાંસલ કરનારાઓને સ્મરર્ણાજલિ પાઠવી પાકિસ્તાનને પાઠ ભણાવવાનો આખરી અવસર છે?!
મેજર સોમનાથ શર્મા, કર્વાટર માસ્ટર હવલદાર અબ્દુલહમીદ, લેફટન કર્નલ આર્દેિશર તરાપોર,લાન્સનાયક આલ્બર્ટ એકકા, કેપ્ટન વિક્રમ બત્રાએ પરમવીર ચક્ર હાંસલ કર્યા છે તેમની શૌર્યગાથા યાદ કરવા જેવી છે !!
તસ્વીર ભારતના ત્રિરંગાની છે ! તેની શાન જાળવવા દેશના અને કાબેલ બહાદુર અને રાષ્ટ્રપ્રેમી લશ્કરના જાંબાઝ સિપાહીઓએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરીને ભારતના સાર્વભૌમત્વ, લોકોની આઝાદી અને લોકોની રખેવાળી કરતા, કરતાં પોતાની આજ, વર્તમાન દેશ માટે ન્યોચ્છાવર કરી શહીદ થઈ ગયા છે ! દેશના અનેક નામી, અનામી બહાદુર સેનાપતિઓ, સૈનિકોના બલિદાન પર ત્રિરંગાની શાન ચમકતી રહી છે !
દેશની આઝાદીની લડત માટે અનેક હિન્દુ – મુસ્લિમ – શિખ – ક્રિશ્ચિયન દેશ બાંધવોએ જાન ગુમાવ્યા હતાં ! અને દેશ આઝાદ થયા પછી અનેક દેશભક્ત સેનાપતિઓ અને સૈનિકોએ શહીદી વહોરી દેશની આઝાદી સુરક્ષિત રાખી છે ! તસ્વીર વર્તમાનની છે ! પાકિસ્તાને આજે ફરી ભારત સામે માથું ઉંચકયું છે ! ભારતમાં આંતકવાદ દ્વારા ભારતને સતત નુકશાન પહોંચાડવા પાકિસ્તાન પ્રયત્ન કરી રહ્યું છે !
ભારતની પ્રગતિને ખોખલી કરવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સતત પ્રયત્નશીલ છે ! કાÂશ્મર પહેલગામમાં કરાયેલી નિર્દાેષોની હત્યાથી સમગ્ર ભારતની ૧૪૦ કરોડ જનતાનું હૃદય હચમચી ગયું છે ! હિન્દુ – મુસ્લિમ, શિખ – ક્રિશ્ચિયન – આદિવાસી પ્રજા એક થઈ પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે ! વર્ષ ૧૯૪૭ માં ભારત આઝાદ થયો ત્યારથી આજદિન ૨૦૨૫ સુધી પાકિસ્તાન કાÂશ્મર મુદ્દે કે અન્ય મુદ્દે ભારતને નુકશાન પહોંચાડી રહ્યું છે !
વર્ષ ૧૯૭૧ માં ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈÂન્દરા ગાંધીએ વિશ્વના અનેક પડકારો વચ્ચે ૯૦ હજાર પાકિસ્તાનની સેનાના સૈનિકોએ ભારતની શરણાગતિ સ્વીકારી હતી ! છતાં પાકિસ્તાન સુધર્યુ નથી ! વર્ષ ૨૦૨૫ માં ફરી પાકિસ્તાનીઓએ આંતકવાદ દ્વારા નિર્દાેષ લોકોની હત્યા કરતાં ભારતીય સેનાએ શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદુર હાથ ધરીને પાકિસ્તાનના આંતકવાદીઓ સાફ કર્યા છે ! ૧૦૦ થી વધુ આંતકવાદીઓ માર્યા ગયા છે !
ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત એ છકે કે, ગુજરાતની દિકરી સોફિયા કુરેશીએ આંતકવાદીઓ ઉપર હુમલો કરવાનો એકશન પ્લાન બનાવ્યો હતો ! તે આજે વર્ષ ૨૦૨૫ માં તેનું સફળ સંચાલન કરી રહી છે ! તેની આ બોલતી તસ્વીર છે ! બીજી તસ્વીરમાં એરફોર્સની વિંગ કમાન્ડર વ્યોમિતા સીંગની છે ! તે પણ આ ઓપરેશનમાં સક્રીય ભૂમિકામાં છે ! પરંતુ પાકિસ્તાન યુદ્ધ કરવા માટે રોજ-બરોજના પેંતરા રચી રહ્યું છે !
ત્યારે હવે પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી મિટાવ્યા વગર ભારત કાયમી સલામત નહીં રહે ! વિશ્વમાં યુક્રેન જેવો દેશ પોતાનું અÂસ્તત્વ અને સાર્વભૌમત્વ ટકાવી રાખવા રશિયા જેવી મહાસત્તાને હંફાવી શકતું હોય તો ભારતે પણ હવે કાયમી શાંતિ માટે પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી મિટાવવું એ એક માત્ર ઈલાજ છે !
પરંતુ એ વર્ષ ૧૯૪૭ થી આજદિન સુધીના અનુભવ ઉપરથી લાગે છે ! એવું અનેક વકીલો વેસ્ટર્ન ટાઈમ્સને જણાવી રહ્યા છે ! કે જે પાકિસ્તાનને આંતકવાદીઓ દ્વારા નિર્દાેષ લોકોની હત્યા કરી છે એ પાકિસ્તાન પર ભરોસો ન કરવો જોઈએ. – તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા –
બ્રિટીસ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે, યુદ્ધના સમયમાં જયારે સત્ય અત્યંત કિંમતી હોય ત્યારે તેને અસત્યના પહેરેદારો વચ્ચે રમતું મુકવું જોઈએ!! જયારે અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ કહે છે કે, જયાં સુધી તમે જીતવા માટે લડતા નથી ત્યાં સુધી તમે મજબુત ટકકર આપી શકતા નથી !! વર્ષ ૧૯૪૭ ના રોજ ભારત આઝાદ થયું ! અને ૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦ ના રાજ દેશનું બંધારણ અÂસ્તત્વમાં આવ્યું અને ભારત – પાકિસ્તા અÂસ્તત્વમાં આવ્યું !
ત્યારથી પાકિસ્તાનની નજર ભારતના કાશ્મીર પર રહી છે ! ભારતને મહાન બનાવવા દેશને શ્રેષ્ઠ, મહાન નેતાઓ મળ્યા ! જેવા કે, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદા વલ્લભભાઈ પટેલ, ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ, ર્ડા. ભીમરાવ આંબેડકર, અબુલ કલામ આઝાદ વિગેરે ! તો બીજી તરફ દેશની આઝાદી અને દેશની સિમાઓની સુરક્ષા મહાન અને વીર પુરૂષોએ કરી છે ! આ વીર પુરૂષોનું સન્માન પરમવીર ચક્ર દ્વારા ભારતીય સેનામાં કરાય છે !
આ પરમવીર ચક્રની ડીઝાઈન એક સ્વીસ છોકરી ઈવા મટીને કરી છે ! આ ઈવા મટીના ભારતીય મેજર જનરલ વિક્રમ ખાનોલકરના પત્ની બન્યા બાદ તેમણે તેનું નામ સાવિત્રી બાઈ ખાનોલકર રાખ્યું હતું ! વર્ષ ૧૯૪૭ માં ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજદિન સુધી અનેકને પરમવીર ચક્ર એનાયત કરાયા છે ! થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, યુદ્ધ એ બેશક અટકાવવા જેવી બાબત છે, પરંતુ અમુક પ્રકારની શાંતિ માટે યુદ્ધ આવશ્યક છે!!
આઝાદ ભારતના નકશીગાર પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલ હતા ! પરંતુ તેમણે કાÂશ્મરની સુરક્ષા માટે આક્રમણ કરનાર પાકિસ્તાનને રર મી ઓકટોબર, ૧૯૪૭ ના રોજ ભારતને વળતો જવાબ આપવાનું શરૂ કર્યું ! જેમાં મેજર સોમનાથ શર્મા એ ૩ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ શહીદી વહોરી હતી ! જેમને પ્રથમ પરમવીર ચક્ર એનાયત કરાયું હતું !
કાશ્મીર મુઝફફરાબાદથી માત્ર પચ્ચીસ માઈલ દુર હતું ! ત્યાં પાકિસ્તાનના ઘુસણખોરીને લઈને શ્રીનગરમાં અંધારપટ છવાઈ ગયો ! ત્યારે શ્રીનગરના હવાઈ મથકની સુરક્ષા કુમાઉ રેજિમેન્ટની ડી કંપનીના જાંબાજ મેજર સોમનાથ શર્માની કંપની કરી રહી હતી ! મેજરના હાથમાં હોકી રમતા, રમતા ઈજા થયેલ હતી હાથમાં પ્લાસ્ટર હતું ! પાકિસ્તાનના હુમલાખોરોના હુમલાની વાત જાણતા મેજર શર્મા આરપારની લડાઈ લડી લેવાનો ધનુષ્યટંકાર કર્યાે !
અને મેજર એમના ઈજાગ્રસ્તહાથે યુદ્ધ લડી રહ્યા હતાં ! તેઓ પાસે પુરતા સાધનો ન હતાં પરંતુ તેઓ દુશ્મનો તરફ દોડી, દોડીને ખત્મ કરી રહ્યાં હતાં ! મેજર સોમનાથ શર્માના હાથમાં મોર્શર હતું ! ભારતના રર બહાદુર સિપાહીઓ શહીદ થયા હતાં ! સામા પક્ષે ૭૦૦ પાકિસ્તાની સૈનિકોના ખુરદો બોલી ગયો હતો ! કાÂશ્મર બચી ગયું !
આ અમૂલ્ય અને મહાન બલિદાન બદલ ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૨ ના દિવસે સર્વાેચ્ચ બહાદુરી માટે પ્રથમ પરમવીર ચક્ર દ્વારા તેમનું સન્માન કરાયું હતું ! અત્રે નોંધનીય એ પણ છે કે, પરમવીર ચક્ર મેળવનાર મેજર સોમનાથ શર્મા પરમવીર ચક્રની ડીઝાઈન તૈયાર કરનારા સાવિત્રીદેવીની દિકરીના દિયર હતાં !
કવાર્ટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદને ૧૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ ના રોજ શહીદી વહોરી અને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરાયો હતો ! પાકિસ્તાનની ટેન્કોનો ખાતમો બોલાવતા શહીદ થયા હતાં !
તા. ૧૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ ના રોજ વહેલી સવારે જ પાકિસ્તાને ભારતીય સેના પર ભીષણ બોમ્બ બાઈન્ડિંગ અને ટેન્કોથી હુમલો શરૂ કરી દીધો ! બોમ્બ અને ટેન્ક મારા સામે અબ્દુલ હમીદ પાસે એની હિંમત અને બંદુક બે જ રહ્યાં હતા ! દુશ્મનો પાસે તે વખતે આધુનિક હથિયારો હતાં અને આપણી પાસે માત્ર સી.એલ. બંદુક જ હતી ! કેવી રીતે યુદ્ધ લડાશે ?!
એની ચિંતા હતી ! પોતાના સાથીઓને હિંમત આપતા અબ્દુલ હમીદે કહ્યું હતું કે, અમર થવા શહીદ થવું પડે! પરંતુ આર.સી.એલ. બંદુક વાળી જીપ પર જો દુશ્મનોનો બોમ્બ પડશે તો પછી કોઈ નહીં બચીએ એમને એમના જીવની ચિંતા નહોતી પણ ચિંતા હતી માતૃભૂમિની રક્ષાની ! માટે અભૂતપૂર્વ હિંમત અને સાહસથી પાકિસ્તાનની લશ્કરને અને સાહસથી પાકિસ્તાનની લશ્કરને જવાબ આપતા હતા !
દુશ્મનોને બે, બે વાર આર.સી.એલ. બંદુકથી ટેન્કો ઉડાવીને દુશ્મનોને હંફાવી દીધાં હતાં ! દુશ્મન દેશ બોમ્બ બાઈન્ડિંગ શરૂ કર્યુ ! બીજી તરફ ટેન્કોથી હુમલો શરૂ કર્યાે ! અને અબ્દુલ હમીદે સામી છાતીએ ટેન્કો ઉડાવતા, ઉડાવત આગળ વધતા હતાં ત્યાં એક ગોળી લડતા, લડતા અબ્દુલ હમીદની છાતીમાં વાગતા તે ઘવાઈને જમીન ઉપર પડયા પણ આવા સમયે પણ સ્મિત સાથે ફરી આર.સી.એલ. બંદુક ઉઠાવી આ જોઈ જવાનોમાં જોશ પુરાયું અને પાકિસ્તાનની ટેન્કોનો ખુરદો બોલી ગયો! અને પાકિસ્તાનના સૈનિકોએ પાછા ભાગવુ પડયું !
જીંદગીના છેલ્લા શ્વાસ સુધી અબ્દુલ હમીદ લડયા ને શહીદ થયા ! પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ઈછોલગીરી ખાતે ૧૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ ના રોજ શહીદ થયા ! તેમના અભૂતપૂર્વ શૌર્ય અને સાહસ બદલ ભારત સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરાયો !!
લેફટનન્ટ કર્નલ આર્દેિશર તારાપોર સત્તરમી પુના હોર્સ પાકિસ્તાનની ૬૦ ટેન્કો નષ્ટ કરી ૧૬ મી સપ્ટેમ્બરે તેઓ દેશની રક્ષા કરતા કરતા વર્ષ ૧૯૬૫ પાકિસ્તાન સામે લડતા, લડતા શહીદ થતાં તેમને પરમવીર ચક્ર એનાયત કરાયું હતું !!
સાતમી હૈદરાબાદ ઈન્ફ્રાન્ટ્રીન જવાનો ગ્રેનેડ ફેંકવાની તાલીમ લઈ રહ્યા હતાં ! કમાન્ડર એક એક સૈનિકને ગ્રેનેડ કેવી રીતે ફેંકવા તેની તાલીમ આપી રહ્યાં હતાં અને ધાર્યુ નિશાન પાર પાડવા કેટલા જોરથી ગ્રેનેડ ફેંકયો તેની સૈનિકો તાલીમ લઈ રહ્યા હતાં ! ત્યારે કમાન્ડર ઈન ચીફ મેજર જનરલ એલ એન્ડુસના નિરીક્ષણ માટે આવ્યા ત્યારે ગ્રેનેડ ફેંકવાની તાલીમ લઈ રહેલા એક સૈનિકથી ગ્રેનેડ પોતાના પગ પાસે જ પડી ગયો !
આ ગ્રેનેડ જીવતો હતો તે થોડીક ક્ષણોમાં જ ફાટે એવી પરિસ્થિતિ સર્જાઈ બધાં જ જવાનો તેનાથી દુર ચાલ્યા ગયા ! ત્યારે સહેજ પણ વિલંબ કર્યા વગર આર્દેિશર બર્જરજી તારાપોર ગ્રેનેડ હાથમાં લઈ એને દુર ફેંકયો ! ગ્રેનેડ હવામાં ફુટયો પરત ગ્રેનેડની કરચ ઉડીને તેમની છાતીમાં ઘુસી જતાં લોહી લુહાણ થઈ ગયા પછી તે સાજા થઈ ગયા ! પછી તેમની ઈચ્છા મુજબ તેમને હૈદરાબાદ ઈÂમ્પરીયલ સર્વિસ લાન્સર્સમાં કરાઈ !
લેફટન્ટન્ટ કર્નલ આર્દેશશિર બુર્જરજી તારાપોર પાકિસ્તાનની ૬૦ જેટલી ટેન્કોનો ખાત્મો બોલાવી અને કાÂશ્મરને પાકિસ્તાનના કબજામાં જતું અટકાવ્યું હતું ! પાકિસ્તાનના શિયાલકોટ વિસ્તારમાં ફિબૌરા ખાતે અભૂતપૂર્વ લડત આપી હતી ! તેમની વર્દી અને શરીર તરડાઈ ચુકયું હતું છતાં સહેજ પણ વિચલિત થયા વગર દેશ માટે લડયા અને ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬૫ માં શહીદ થઈ ગયા તેમને ભારત સરકારે પરમવીર ચક્ર એનાયત કરી બહાદુરીનું સન્માન કર્યું હતું !!
લાન્સ નાયક આલ્બર્ટ એકકા પાકિસ્તાન સામે વર્ષ ૧૯૭૧ ના યુદ્ધમાં શહીદ થયા ! બિહાર રેજિમેન્ટ ચૌદમી બટાલિયનમાં હતાં ! તેઓ દુશ્મનોની દસગણી લાશો ઢાળીને પાકિસ્તાનના ૯૦ હજાર જેટલા સૈનિકોને બંદીવાન બનાવવામાં ભારતીય લશ્કર સફળ થયું પણ લાન્સ નાયક આલ્બર્ટ એકકા શહીદ થયા !!
લાન્સ નાયક આલ્બર્ટ એકકા ૨૭ મી ડિસેમ્બર, ૧૯૪૨ માં બિહાર – ઝારખંડના રાંચી જીલ્લામાં જન્મેલા તેઓનો જન્મ આદિવાસી પરિવારમાં થયો હતો તેઓ ભારતીય સેનામાં જોડાયા હતાં ! વર્ષ ૧૯૭૧ માં ડિસેમ્બર મહિનાની ત્રીજી તારીખે પશ્ચિમ દિશા ઉપર હુમલો કરી નાંખ્યો હતો ! ત્યારે ૧૪ ગાર્ડસને ગંગાસાગર ઘેરીને તેના પર કબજો કરવા આદેશ અપાયો !
ભારતીય જવાનોએ રેલ્વે સ્ટેશન પાસેના પાકિસ્તાન બેંકર હુમલો કરી દીધો હતો ! પરંતુ જમીનમાં બિછાવેલી સુરંગો પરિણામે ભારતીય સૈનિકો ઘવાયા હતાં ! લાન્સ નાયક આલ્બર્ટ એકકા ઝનૂન પૂર્વક પાકિસ્તાન અને અનેકને ખત્મ કર્યા ! અને આલ્બર્ટ એકકા શહીદ થઈ ગયા હતાં ! અને લાન્સ નાયક આલ્બર્ટ એકકાને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરાયું !!
કેપ્ટન વિક્રમ બત્રા પાકિસ્તાનના બરફના પહાડો વચ્ચે ૧૭ હજાર ફુટ જઈને દુશ્મનોએ તાબે કરેલી પોસ્ટ કબજે કરી પોઈન્ટ ૫૧૪૦ ૫૨ ભારતીય ત્રિરંગો ફરકાવી દીધો !
પાકિસ્તાનીઓએ પોઈન્ટ ૫૧૪૦ ની પહાડીઓ પર કબજો જમાવી દીધો હતો કેપ્ટન વિક્રમ બત્રાએ ૧૭૦૦૦ ફુટની ઉંચાઈએ યુદ્ધ કરીને ટેકરી જીતીને તેના ઉપર ત્રિરંગો લહેરાવી દીધો હતો ! લેફટનન્ટ નવીન ઘવાયેલા હતાં તેમના પગમાંથી લોહી નીતરતું હતું !
લેફટનન્ટ વિક્રમ બત્રા ને બચાવવા દુશ્મનના ખેમા સુધી જવું પડે તેમ હતું ! લેફટનન્ટ વિક્રમ બત્રા ને સાથે લીધા પરંતુ દુશ્મનો જોઈ જતાં હુમલો થયો ને તેઓ શહીદ થઈ ગયા ! આ રીતે પાકિસ્તાન પાસેથી અનેક ટેકરીઓનો કબજો લઈ ત્રિરંગો ફરકાવનારા કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થઈ ગયા તેમને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનીત કરાયા હતાં ! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.