શ્રીલંકાની મદદે આગળ આવ્યુ ભારત: ૧૯ હજાર કરોડની મદદ
(એજન્સી),નવીદિલ્હી, આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકા માટે ભારત સંકટમોચક બનીને ઉભરી આવ્યું છે. શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત ગોપાલ બાગલેએ જણાવ્યું હતું કે ભારતે આ વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકાને ઇં૨૫૦ કરોડ ડોલર એટલે કે લગભગ ૧૯ હજાર કરોડ રૂપિયાની આર્થિક સહાય મોકલી છે. India has responded to urgent requests from Sri Lanka with promptness. Since January this year, support from India to Sri Lanka exceeds US dollars 2.5 billion: India’s High Commissioner to Sri Lanka Gopal Baglay
તેમણે જણાવ્યું છે કે ભારત શ્રીલંકાની દરેક મદદ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે શનિવારે જ ભારતે આર્થિક અને ઉર્જા સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતથી ૪૦ હજાર મેટ્રિક ટન ડીઝલનો કન્સાઈનમેન્ટ શ્રીલંકા મોકલ્યો હતો. ભારત તરફથી આ ચોથી સહાય છે.
ગોપાલ બાગલેએ જણાવ્યું હતું કે આ ચાર કન્સાઇનમેન્ટમાં ૧૫૦,૦૦૦ મેટ્રિક ટનથી વધુ જેટ ફ્યુઅલ, ડીઝલ અને પેટ્રોલ શ્રીલંકામાં પહોંચાડવામાં આવ્યા છે.પાડોશી જ પાડોશીને કામે આવે છે. આ વાત પર અમલ કરતા ભારતે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશ શ્રીલંકાને મદદનો હાથ લંબાવ્યો છે.
ભારતમાંથી શ્રીલંકામાં ખાદ્ય સહાય મોકલવામાં આવી રહી છે, જેથી મોંઘવારીના કારણે લોકોની રોટી છીનવાઈ જવાની જે નોબત આવી છે, તેમાં થોડી રાહત મળી શકે. ભારતના વેપારીઓએ શ્રીલંકા મોકલવા માટે ૪૦,૦૦૦ ટન ચોખા લોડ કરવાનું શરૂ કર્યું છે.
સમાચાર અનુસાર, ભારત તરફથી ક્રેડિટ લાઇન મળ્યા બાદ આ શ્રીલંકાને મોકલવામાં આવેલી આ પ્રકારની પ્રથમ ખાદ્ય સહાય છે. શ્રીલંકાને આ સહાય એવા સમયે મળી છે જ્યારે ત્યાં એક મોટો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તેમજ ત્યાં બગડતી પરિસ્થિતિને જાેતા ઈમરજન્સી પણ લાદી દેવામાં આવી છે.
શ્રીલંકાની આર્થિક દુર્દશાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કોલંબોમાં ૧૩-૧૩ કલાકના પાવર કટથી પીડિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે. લોકો પાસે ખાવા-પીવાનું વસ્તુઓ નથી. લોકો હિંસક વિરોધ કરી રહ્યા છે.
સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ૧ એપ્રિલથી દેશમાં ઈમરજન્સી લાદી દીધી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલયથી જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચાલુ રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડારમાં છેલ્લા બે વર્ષમાં ૭૦% થી વધુનો ઘટાડો થયો છે.
આ કારણે તેને પોતાની જરૂરિયાતની જરૂરી વસ્તુઓની આયાત કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે શ્રીલંકાની કરન્સી ડૉલર સામે નબળી પડી છે અને તેણે વિશ્વના ઘણા દેશો પાસેથી મદદ માંગી છે. આ સિવાય ત્યાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે પેટ્રોલ અને ડીઝલથી લઈને ખાણી-પીણીની સામાન્ય વસ્તુઓના ભાવ ચરમસીમાએ પહોંચી ગયા છે.
ભારત શ્રીલંકાને ૧ અરબ ડોલરની ક્રેડિટ લાઈન એટલે કે ઋણ સહાયતા આપવા સહમતિ બતાવી છે. તેનાથી શ્રીલંકાને આવશ્યક ચીજવસ્તુઓની અછતને પહોંચી વળવામાં મદદ મળશે. ભારત વિશ્વમાં સૌથી વધુ ચોખાની નિકાસ કરતો દેશ છે. એવી સ્થિતિમાં, ભારતથી ચોખાનો માલ શ્રીલંકા પહોંચે પછી ત્યાં ચોખાના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે,
જે છેલ્લા એક વર્ષમાં બમણી થઈ ગઈ છે. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે શ્રીલંકા આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ સાથે પણ ચર્ચામાં છે.શ્રીલંકામાં ગુરુવારે ૧૩ કલાકનો પાવર કટ થયો હતો, જે ૧૯૯૬ના વીજળી વિભાગના કામદારોની હડતાલ દરમિયાન ૭૨ કલાક પછીનો બીજાે સૌથી લાંબો સમય હતો.
રાજ્ય સંચાલિત ઇંધણ એકમ સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (ઝ્રઈમ્) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય ડીઝલ પુરવઠો દેશમાં ચાલી રહેલા વીજ કાપમાં થોડી રાહત આપશે. દરમિયાન, લંડનના મૂળભૂત અધિકારો પર નજર રાખતા એમ્નેસ્ટી વોચડોગે શ્રીલંકાની સરકારને ચેતવણી આપી હતી કે જાહેર સુરક્ષાના નામે દેશમાં ઈમરજન્સીની ઘોષણા માનવાધિકારના ઉલ્લંઘનનું બહાનું ન હોવું જાેઈએ.