ભારતે ભગવદ ગીતા પાર્કમાં તોડફોડની કરી આકરી નિંદા
ઓટાવા, કેનેડામાં તાજેતરના સમયમાં ભારતીયો વિરુદ્ધ હેટ ક્રાઈમ સાથે જાેડાયેલી ઘણી ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટનામાં કેનેડાના બ્રામ્પટન શહેરના એક પાર્કમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. આ પાર્ક ભગવદ ગીતા પાર્ક તરીકે ઓળખાય છે.
ભારતે આ ઘટનાની સખત નિંદા કરી છે અને તેને હેટ ક્રાઈમ ગણાવ્યો છે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને પોલીસને આ મામલાની તપાસ કરવા અને ગુનેગારોને જલ્દી પકડવાની અપીલ કરી છે. આ બાબતે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે શ્રી ભગવદ ગીતા પાર્કમાં કાયમી સાઈનબોર્ડ હજુ તૈયાર નથી. પાર્કમાં કોઇપણ પ્રકારની તોડફોડની કોઇ નિશાની મળી નથી.
ઓટાવામાં ભારતીય હાઈ કમિશને એક ટિ્વટમાં જણાવ્યું કે, “અમે બ્રામ્પટનના શ્રી ભગવદ ગીતા પાર્કમાં દ્વેષપૂર્ણ અપરાધની નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓ અને પોલીસને ગુનેગારો સામે તપાસ કરવા અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ.”
આ પાર્ક પહેલા ટ્રોયર્સ પાર્ક તરીકે ઓળખાતું હતું. તેનું નામ બદલીને શ્રી ભગવદ ગીતા પાર્ક રાખવામાં આવ્યું અને ૨૮ સપ્ટેમ્બરે તેનું અનાવરણ કરવામાં આવ્યું.
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પાર્કમાં તોડફોડની ઘટનાની પુષ્ટિ કરી હતી. આ ઘટનાની નિંદા કરતા બ્રાઉને કહ્યું કે અમે તેના માટે ઝીરો ટોલરન્સ છીએ. અમને જાણવા મળ્યું છે કે તાજેતરમાં અનાવરણ કરાયેલ શ્રી ભગવદ ગીતા પાર્કના પ્રતીકની તોડફોડ કરવામાં આવી હતી.
અમે પીલ પ્રાદેશિક પોલીસને વધુ તપાસ માટે કહ્યું છે. અમારો ઉદ્યાન વિભાગ શક્ય તેટલી વહેલી તકે સાઈન બોર્ડને ઠીક કરવા માટે કામ કરી રહ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે નફરતના અપરાધો, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓની ઘટનાઓને કેનેડા સાથે ઉઠાવી છે અને તપાસ સાથે પગલાં લેવાની માંગ કરી છે. મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં હજુ સુધી આ ગુનાઓને ન્યાય આપવામાં આવ્યા નથી.
તમને જણાવી દઈએ કે કેનેડામાં ભારતીય મૂળના લગભગ ૧.૬ મિલિયન લોકો રહે છે. આ વર્ષે દેશમાં હિંદુ મંદિરો પર હુમલાની ઓછામાં ઓછી બે ઘટનાઓ બની છે.SS1MS