Western Times News

Gujarati News

ગાંધીનગર ખાતે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેર યોજાશે

CGPIAએ દ્વારા ત્રિદિવસીય ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેર યોજાશે

અમદાવાદ,  ચેરિટેબલ ગ્રુપ ઑફ ફોટોગ્રાફિક ટ્રેડ એન્ડ ઇન્સસ્ટ્રી એસોસિએશન (CGPTIA) દ્વારા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ 23-24-25 સપ્ટેમ્બર 2022 દરમિયાન ભવ્ય ટ્રેડ ફેર યોજાવા જઇ રહ્યો છે,

જેમાં મુખ્ય અતિથી તરીકે ફુજીફિલ્મ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કોજી વાડા અને અતિથી વિશેષ તરીકે ઇલેક્ટ્રોનિક ઇમેજિંગ, ઓપ્ટિકલ ડિવાઇસ એન્ડ ઇન્સ્ટાક્સ ડિવિઝનના જનરલ મેનેજર શ્રી અરૂણ બાબુ, સિનિયર મેનેજર શ્રી રો કાન્નો, નિકોનના શ્રી જિતેન્દ્ર ચગ, ફુજીફિલ્મ ઈન્ડિયા પ્રા. લિ.ના

ફોટો ઇમેજિંગ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી એલ સેન્થિલ નાથન, પોનાસોનિક ઈન્ડિયાના બિઝનેસ ચીફ શ્રી હર્દેપસિંઘ સારના અને ગુજરાત સોની ઈન્ડિયા પ્રા. લિ.ના બ્રાન્ચ મેનેજર શ્રી નિરવ ગોહેલ ઉપસ્થિત રહેશે. આકાર એક્ઝિબિશન પ્રાઇવેટ લિમિટેડ આ ઇવેન્ટમાં એક્ઝિબિશન પાર્ટનર છે.

ચેરિટેબલ ગ્રુપ ઑફ ફોટોગ્રાફિક ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (CGPTIA)ની રચના ગુજરાતમાં કામ કરતા ફોટોગ્રાફી સંબંધિત પ્રોડક્ટ્સ અને સર્વિસિસ આપતા વેપારીઓ, વિતરકો, આયાતકારો અને ઉત્પાદકો દ્વારા કરવામાં આવી છે. સીજીપીટીઆઈએ ફોટોગ્રાફર્સ માટે એક્ઝિબિશન, શિક્ષણ અને તાલિમ, વેલ્ફેર સહિતની પ્રવૃતિઓનું આયોજન કરે છે. સીજીપીટીઆઈ વર્ષ 2011થી નિરંતર ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેરનું આયોજન કરી રહ્યું છે.

ચેરિટેબલ ગ્રુપ ઑફ ફોટોગ્રાફિક ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેરનું આયોજન કરવા પાછળનો હેતુ ફોટોગ્રાફરર્સને પ્રોડક્ટ્સ અને સર્વિસિસ સાથે અવગત કરવા અને તેમને ઉદ્યોગના નવા જ્ઞાન સાથે અપડેટ કરવા માટેનો રહેલો છે.

એસોસિએશન દ્વારા દર વર્ષે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વીડિયો ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પ્રદર્શનની 10મી આવૃત્તિ હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે 23-24-25 સપ્ટેમ્બર 2022 દરમિયાન આયોજિત થઇ રહી છે. આ ટ્રેડ ફેરને સફળત્તમ બનાવવા માટે વધુને વધુને લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લે તે માટે સીજીપીટીઆઈએ ટીમ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

એક્ઝિબિશનમાં નિકોન, ફુજીફિલ્મ, સોની, પેનાસોનિક અને અન્ય જેવી તમામ મોટી કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લઇ રહ્યાં છે. જેથી એસોસિએશન પહેલેથી જ 200+ એક્ઝિબિટર્સ ધરાવે છે અને દેશભરમાંથી 25થી30000 ફોટોગ્રાફરો એક્ઝિબિશનની મુલાકાત લેશે તેવી અપેક્ષા ધરાવે છે.

છેલ્લા 2 વર્ષમાં કોવિડના કારણે આટલા મોટા પાયે ટ્રેડ ફેરનું આયોજન થઈ ન શક્યું હોવાથી એક્ઝિબિશનને લઈને ફોટોગ્રાફરોમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે.

એક્ઝિબિશનમાંથી એકત્રિત વધારાના ભંડોળનો ઉપયોગ શિક્ષણ આપવા, સર્જનાત્મક અને લાઇવ વર્કશોપનું આયોજન કરવા અને ગુજરાતના ફોટોગ્રાફરોના કૌશલ્યો વધારવા વિશે વધુ જાણકારી પ્રાપ્ત કરવા જેવા ફોટોગ્રાફરોના કલ્યાણ માટે કરવામાં આવે છે.

જે અંતર્ગત એસોસિએશન દ્વારા શૈક્ષણિક વર્કશોપનું આયોજન કરી ફોટોગ્રાફરર્સને દેશભરના નિષ્ણાત ફેકલ્ટીઝ દ્વારા પ્રોડક્ટ્સ, સર્વિસિસ પર નવા સોફ્ટવેર અંગેનું શિક્ષણ અને તાલિમ આપવામાં આવે છે. આ ઉપરાંત, એસોસિએશન 50 વર્ષની વય વટાવી ન હોય તેવા મૃતક ફોટોગ્રાફર્સના મૃત્યુ સમયે તેમના પરિવારને મૃત્યુ લાભ આપે છે, આ માટે ફોટોગ્રાફર ગુજરાતના કોઈપણ ફોટોગ્રાફી એસોસિએશનના સભ્ય હોય તે જરૂરી છે.

એસોસિએશન સાથે સંકળાયેલા તમામ ફોટોગ્રાફર્સ પોતાના ટ્રેડ ફેરને સફળતા મળી રહે તે માટે મહેનત કરી રહ્યાં છે, ત્યારે આ ટ્રેડ ફેરને વૈશ્વિક ઓળખ મળે તે ખૂબ જ મહત્વનું બની જાય છે. આ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અગત્યનો ભાગ ભજવતા હોવાથી સીજીપીટીઆઈએ આ ટ્રેડ ફેર દરમિયાન વેબસાઇટ લૉન્ચ કરી રહ્યું છે,

તેમજ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ પોતાની ઉપસ્થિતિને વિશ્વ ફલકે પહોંચાડી રહ્યું છે. આ પ્રકારની પહેલને દેશમાં પ્રથમ અપનાવનાર એસોસિએશન બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.