સુરક્ષાના મામલે ભારત બહુ ભાગ્યશાળી નથીઃ રાજનાથ સિંહ
ભોપાલ, સુરક્ષા મોરચે ભારત બહું ભાગ્યશાળી દેશ નથી રહ્યો. આપણી સેના ઉત્તર અને પશ્ચિમી સરહદો પર સતત પડકારોનો સામનો કરી રહી છે.
આપણે બેફિકર થઈને નિરાંત અનુભવી શકતા નથી. આપણા દુશ્મનો દેશની અંદર હોય કે બહાર, હંમેશા સક્રિય રહે છે તેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું. આ સંજોગોમાં આપણે તેમની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવી જોઈએ. તેમની વિરુદ્ધ યોગ્ય સમયે વધુ સારા અને અસરકારક પગલાં લેવા જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં સેનાના જવાનોને સંબોધિત કરતાં તેમણે આ વાત કહી હતી. તેમણે સેનાના જવાનોને કહ્યું હતું કે આપણે આંતરિક મોરચે પણ પડકારોનો સામનો કરી રહ્યા છીએ. આવી અસુરક્ષાના માહોલમાં આપણે સહેજે ય બેદરકાર રહી શકીએ તેમ નથી.
આપણા દુશ્મનો, પછી ભલે તે આંતરિક હોય કે બાહ્ય, હંમેશા સક્રિય રહે છે. આ સંજોગોમાં આપણે તેમના પર ચાંપતી કડક નજર રાખવી જોઈએ. રક્ષામંત્રીએ કહ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત અને આત્મનિર્ભર દેશ બનાવવા માટે સેનાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે દેશના રક્ષામંત્રી તરીકે, હું તમને જણાવવા માંગુ છું કે આપણે હંમેશા સતર્ક રહેવાનું છે. જ્યારે હું અહીં આવ્યો અને તમે સૌ જે અનુશાસન અને સમર્પણ સાથે તાલીમ લઈ રહ્યા છો તે જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો છું.SS1MS