Western Times News

Gujarati News

ભારતે એક વર્ષમાં ૧૮,૨૦૦ હેક્ટર પ્રાથમિક જંગલ ગુમાવ્યા

નવી દિલ્હી, ભારતમાં, ૨૦૨૪માં ૧૮,૨૦૦ હેક્ટર પ્રાથમિક જંગલ નાશ પામ્યા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ૨૦૨૩માં આ આંકડો ૧૭,૭૦૦ હેક્ટર હતો. આ માહિતી ૧૦૦થી વધુ સંસ્થાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા નવીનતમ ડેટામાંથી પ્રાપ્ત થઈ છે.

ગ્લોબલ ફોરેસ્ટ વોચ અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર ૨૦૦૧થી દેશમાં ૨.૩૧ લાખ હેક્ટર વૃક્ષ આવરણ ઘટ્યું છે જે આ સમયગાળા દરમિયાન ૭.૧ ટકા વૃક્ષ આવરણ ઘટવા બરાબર છે અને તેના કારણે લગભગ ૧.૨૯ ગીગાટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થયું છે.

જણાવ્યું હતું કે દેશમાં ૨૦૦૨થી ૨૦૨૪ની વચ્ચે ૩,૪૮,૦૦૦ હેક્ટર ભેજવાળા પ્રાથમિક જંગલો ગુમાવ્યા છે, જે દેશના કુલ ભેજવાળા પ્રાથમિક જંગલોના લગભગ ૫.૪ ટકા છે. આ જ સમયગાળા દરમિયાન ભારતના કુલ વૃક્ષ આવરણના નુકસાનના ૧૫ ટકા છે.

૨૦૧૯ અને ૨૦૨૪ની વચ્ચે ભારતે ૧,૦૩,૦૦૦ હેક્ટર (૧.૬ ટકા) ભેજવાળા પ્રાથમિક જંગલ ગુમાવ્યા, જે તે વર્ષાેમાં થયેલા કુલ વૃક્ષ આવરણના ૧૪ ટકા છે.ડેટા દર્શાવે છે કે દેશમાં ૨૦૨૨માં ૧૬,૯૦૦ હેક્ટર ભેજવાળા પ્રાથમિક જંગલ, ૨૦૨૧માં ૧૮,૩૦૦ હેક્ટર, ૨૦૨૦માં ૧૭,૦૦૦ હેક્ટર અને ૨૦૧૯માં ૧૪,૫૦૦ હેક્ટર ગુમાવ્યા હતા.

પ્રાથમિક જંગલોને પરિપક્વ કુદરતી ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલો તરીકે વ્યાખ્યાયિત કરે છે જે તાજેતરના ઇતિહાસમાં સંપૂર્ણપણે સાફ કરી દેવાયા અને ફરીથી ઉગાડવામાં આવ્યા નથી.

આ જંગલોને લેન્ડસેટ સેટેલાઇટ છબીઓ અને દરેક પ્રદેશ માટે ખાસ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને ઓળખવામાં આવે છે. ૨૦૦૧થી, ભારતે ૨.૩૧ મિલિયન હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું છે, જે આ સમયગાળા દરમિયાન વૃક્ષ આવરણમાં ૭.૧ ટકાનો ઘટાડો અને ૧.૨૯ગીગાટન કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ ઉત્સર્જન સમાન છે.

જોકે, ૨૦૦૦ થી ૨૦૨૦ સુધીમાં, ભારતે ૧.૭૮ મિલિયન હેક્ટર વૃક્ષ આવરણ પણ મેળવ્યું, જે વૈશ્વિક કુલ વધારાનો લગભગ ૧.૪ ટકા હતો.૨૦૦૧ થી ૨૦૨૪ની વચ્ચે, આસામમાં સૌથી વધુ ૩.૪૦ લાખ હેક્ટર વૃક્ષોનું નુકસાન નોંધાયું હતું, જે રાષ્ટ્રીય સરેરાશ ૬૭,૯૦૦હેક્ટર કરતા ઘણું વધારે છે.

મિઝોરમમાં ૩.૩૪ લાખ હેક્ટર, નાગાલેન્ડમાં ૨.૬૯,૦૦૦ હેક્ટર, મણિપુરમાં ૨.૫૫ લાખ હેક્ટર અને મેઘાલયમાં ૨.૪૩ લાખ હેક્ટર વૃક્ષોનું નુકસાન થયું હતું. ય્હ્લઉએ જણાવ્યું હતું કે તેનો વૃક્ષ આવરણ નુકશાન ડેટા ઉપલબ્ધ ઉપગ્રહ માહિતી પર આધારિત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.