ભારત ક્યારેય સ્વાર્થ સાથે આગળ વધ્યું નથી, લોકશાહી અમારા ડીએનએમાંઃ મોદી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Modi.jpg)
File
જ્યોર્જટાઉન, કેરેબિયન દેશ ગુયાનાની સંસદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સંબોધન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ‘ગુયાના સાથે મારો ગાઢ સંબંધ છે.
બંને દેશ વિશ્વમાં લોકશાહીને મજબૂત કરી રહ્યા છે. હું ગુયાનાની સંસદમાં ૧૪૦ કરોડ ભારતીયો વતી અભિનંદન આપું છું’પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે, ‘‘આજે વિશ્વની સામે આગળ વધવાનો સૌથી મજબૂત મંત્ર છે – લોકશાહી પ્રથમ, માનવતા પ્રથમ. લોકશાહી પ્રથમની ભાવના આપણને શીખવે છે કે સૌને સાથે લઈને ચાલો, સૌને સાથે લઈને સૌના વિકાસમાં સહભાગી બનો.
માનવતા પ્રથમ – ની ભાવના આપણા નિર્ણયોની દિશા નક્કી કરે છે. જ્યારે માનવતા પ્રથમ – નિર્ણયોનો આધાર બને છે તો પરિણામ પણ માનવતાના હિતમાં આવે છે.’’
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘‘ભારત ક્યારેય વિસ્તારવાદની ભાવનાથી આગળ વધ્યું નથી. સંસાધનો પર કબજો કરવાની ભાવનાથી ભારત હંમેશા દૂર રહ્યું છે. આજે ભારત શાંતિના પક્ષમાં ઊભું છે. આ ભાવનાની સાથે આજે ભારત ગ્લોબલ સાઉથનો પણ અવાજ બન્યું છે.’’ડોમિનિકા અને ગુયાનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સર્વાેચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે.
ગુયાનાએ ‘ધ ઓર્ડર ઓફ એકસેલન્સ’થી સન્માનિત કર્યા છે. ડોમિનિકાએ કોરોના સમયે કેરેબિયન દેશોમાં તેમના યોગદાન અને ભારત-ડોમિનિકાની વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને વધારવા માટેના તેમના સમર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સર્વાેચ્ચ પુરસ્કાર ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’દ્વારા સન્માનિત કર્યા છે.SS1MS