ભારતના સાત મોટા શહેરોમાં વાર્ષિક ધોરણે કુલ ઓફિસ લીઝિંગમાં ૨૮.૪% નો વધારો

પહેલું બેંગલુરૂ અને બીજા નંબરે દિલ્હી
મુંબઈ, ભારતમાં ઓફિસ લીઝિંગ પ્રવૃત્તિ વિક્રમી સ્તરે પહોંચી છે, ભારતમાં ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ)માં ઓફિસ લીઝિંગ પ્રવૃત્તિ અત્યાર સુધીની સૌથી વધુ ૧૯.૪૬ મિલિયન ચોરસ ફૂટ (સ્ક્વેર ફૂટ) સુધી પહોંચી છે, જેમાં સ્થાનિક ઓક્યુપાયર્સે રેકોર્ડ ૮.૮૨ મિલિયન ચોરસ ફૂટની જગ્યા લીધી છે, એમ બુધવારે રિલીઝ થયેલા જેએલએલ (JLL)ના રિપોર્ટમાં જણાવાયું છે.
મુખ્ય મુદ્દાઓ:
ભારતના સાત મોટા શહેરોમાં વાર્ષિક ધોરણે કુલ લીઝિંગમાં ૨૮.૪% નો વધારો નોંધાયો છે, ચેન્નઈ સિવાય બધા શહેરોમાં વૃદ્ધિ જોવા મળી છે.
બેંગલુરુએ સતત ચોથા ત્રિમાસિક માટે ૨૧.૯% હિસ્સા સાથે લીઝિંગ પ્રવૃત્તિમાં અગ્રતા જાળવી રાખી છે, ત્યારબાદ દિલ્હી-NCR ૨૧.૬% સાથે બીજા સ્થાને રહ્યું છે.
ઘરેલું ઓક્યુપાયર્સ દ્વારા બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ અને પુણેમાં લીઝિંગમાં વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં ફ્લેક્સ સેગમેન્ટ બેંગલુરુ અને પુણેમાં અગ્રણી રહ્યો છે.
છેલ્લા ચાર વર્ષમાં ખાલી જગ્યાનો દર ઘટીને ૧૫.૭% થયો છે, જે બજારની મજબૂતી દર્શાવે છે.
વૈશ્વિક ઓક્યુપાયર્સ, ખાસ કરીને GCC સેટઅપ્સ, આંતરરાષ્ટ્રીય લીઝિંગના ૬૪.૧% હિસ્સા સાથે, ભારતને બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે વ્યૂહાત્મક સ્થળ તરીકે પસંદ કરવાનું વલણ દર્શાવે છે.