Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ ભારતમાં ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે

આ સિરીઝ બાદ તરત જ સાઉથ આફ્રિકન-એ ટીમ ભારત આવશે અને બેંગલોરના સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ પર ચાર ચાર દિવસની બે મેચ રમશે

વર્લ્ડ કપ અગાઉ ઓસી. વિમેન્સ ટીમ ભારતના પ્રવાસે આવશે

મુંબઈ,આ વર્ષના અંતમાં ભારતમાં વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થનારું છે ત્યારે તેની તૈયારીરૂપે ભારતીય વિમેન્સ ટીમ કેટલીક સિરીઝ રમવાની છે જે પૈકીની એક સિરીઝમાં ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ સપ્ટેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેન્સ ‘એ’ ટીમ પણ ભારતના પ્રવાસે આવનારી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ગુરુવારે આ ત્રણેય સિરીઝ માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી.બીસીસીઆઈએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ ભારતમાં ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે.

જે ભારતમાં યોજાનારા આઇસીસી વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ની તૈયારીનો ભાગ હશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેન્સ ‘એ’ ટીમ આ જ ગાળામાં ભારતમાં રમવા આવશે.ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ તેની ત્રણ મેચ ૧૪, ૧૭ અને ૨૦મી સપ્ટેમ્બરે ચેન્નાઈના ચેપોક ખાતે રમશે. વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ૨૯મી સપ્ટેમ્બરથી ૨૬મી ઓક્ટોબર દરમિયાન ભારતમાં યોજાનારો છે.ઓસ્ટ્રેલિયા-એ ટીમ ભારતીય-એ ટીમ સામે ચાર ચાર દિવસની બે મેચ રમશે અને ત્રણ વન-ડે મેચ રમશે લખનૌ ખાતે ૧૬થી ૧૯મી સપ્ટેમ્બરે ચાર દિવસની મેચ રમાશે અને ત્યાર બાદ આ જ સ્થળે ૨૩મીથી બીજી ચાર દિવસીય મેચ રમાશે.

સિરીઝની ત્રણ વન-ડે મેચ ૩૦મી સપ્ટેમ્બર, ત્રીજી અને પાંચમી ઓક્ટોબરે કાનપુર ખાતે રમાશે.આ સિરીઝ બાદ તરત જ સાઉથ આફ્રિકન-એ ટીમ ભારત આવશે અને બેંગલોરના સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ પર ચાર ચાર દિવસની બે મેચ રમશે. જેની પ્રથમ મેચ ૩૦મી ઓક્ટોબરથી તથા બીજી મેચ છઠ્ઠી નવેમ્બરથી રમાશે. ત્યાર બાદ બંને ટીમ બેંગલોરમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ૧૩, ૧૬ અને ૧૯મી નવેમ્બરે વન-ડે મેચો રમશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.