ભારત એક્શનમાં પાકિસ્તન ટેન્શનમાંઃ ફફડી ઉઠેલા પાકિસ્તાને નૌકાદળને સતર્ક કર્યું

પ્રતિકાત્મક
ભારતે લેસર ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ-ભારતીય વાયુસેનાનો ‘આક્રમણ’ યુદ્ધાભ્યાસ
(એજન્સી)નવી દિલ્હી, પહેલગામની આતંકવાદી હુમલાની ઘટનાના પગલે લાઈન ઓફ કંટ્રોલ પર ભારત-પાકિસ્તાન વચ્ચે વાતાવરણ અત્યંત તંગ બની ગયું છે. ભારતીય સેના એક્શનમાં આવતા ફફડી ઉઠેલું પાકિસ્તાન ટેન્શનમાં આવી ગયું છે.
Watch | In a major boost to India’s defence might, indigenous destroyer INS Surat successfully test-fired the MRSAM system in the Arabian Sea, precisely intercepting a sea-skimming target. Developed with Israel, this laser-guided missile can strike threats up to 70 km away—marking a proud leap for #AatmaNirbharBharat and the Indian Navy’s maritime edge.
પાકિસ્તાને તેની સેનાની ત્રણેય પાંખને એલર્ટ કરી દીધી છે. ભારતીય સેના કોઈ મોટુ પગલું ભરશે તેવા ડરથી પાકિસ્તાની લશ્કરની ઊંઘ ઊડી ગઈ છે. પાકિસ્તાને યુદ્ધલક્ષી ક્વાયત કરી દીધી છે. તો સામે પક્ષે ભારતે પણ પાકિસ્તાનને ભરી પીવા અને ધોળા દિવસે તારા દેખાડવા તૈયારીઓ કરી દીધી છે.
Watch | In a major boost to India’s defence might, indigenous destroyer INS Surat successfully test-fired the MRSAM system in the Arabian Sea, precisely intercepting a sea-skimming target. Developed with Israel, this laser-guided missile can strike threats up to 70 km away—marking a proud leap for #AatmaNirbharBharat and the Indian Navy’s maritime edge.
ભારતીય સેનાએ નૌકાદળના ડીસ્ટ્રોયર આઈ.એન.એસ. સુરત પરથી અરબસાગરમાં લેસર ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કરીને પાકિસ્તાનને ભારતે પોતાની તાકાતનો પરચો આપી દીધો છે. ભારતે મધ્યમ દૂરીની જમીનથી હવામાં માર કરતી લેસર ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. અરબ સાગરમાં ભારતીય એરક્રાફટ ક્રેઈન પર આગળ વધી રહ્યા છે તો સામે પક્ષે પાકિસ્તાન નૌકાદળ તરફથી પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અરબ સાગરમાં પાકિસ્તાની નૌકાદળે નો ફ્લાઈંગ ઝોન જાહેર કરીને ત્યાં વોર એક્સરસાઈઝ શરૂ કરી છે. અરબ સાગરમાં પાકિસ્તાન-ભારતીય નૌકાદળની હલચલ વધી ગઈ છે. ભારતીય સેનાની સરહદે મુવમેન્ટ વધી હતી. ખાસ તો અરબસાગરમાં નૌકાદળની સક્રિયતાના પગલે પાકિસ્તાન ફફડી ઊઠ્યું છે. પાકિસ્તાને તેની સેનાની ત્રણેય પાંખને એલર્ટ કરી દીધી હતી.
પાકિસ્તાનની નેવીએ અરબસાગરમાં કવાયત શરૂ કરી છે. તો એલઓસી નજીક પાકિસ્તાનના સર્વેલન્સ ફાઈટર વિમાનો ઉડી રહ્યા છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોને એલર્ટ કરી દેવાઈ છે.
ભારતીય સેનાએ આતંકવાદીઓના અડ્ડાઓને નેસ્તનાબુદ કરવા બ્લ્યુ પ્રિન્ટ બનાવી લીધી હોવાનું કહેવાય છે. ભારતીય નૌકાદળે આઈએનએસ સુરત પરથી મધ્યમ રેન્જની લેસર ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જેની રેન્જ ૭૦ કિલોમીટરની છે. દરમિયાન ભારતીય વાયુ સેનાએ પણ આક્રમણ નામે યુદ્ધાભિયાસ કર્યો હતો. અંબાલા અને હાશિમારાથી કરાયેસા આ યુદ્ધાભિયાસમાં સૌથી ખતરનાક ગણાતા રાફેલ અને સુખોઈ-૩૦ને પણ સામેલ કરવામાં આવ્યાં હતા.