Western Times News

Gujarati News

ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ક્રિકેટના મેદાન પર થશે ટકકર

(એજન્સી)નવીદિલ્હી, ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એકવાર ક્રિકેટના મેદાન પર આમને-સામને થવા જઈ રહી છે. વિમેન્સ એશિયા કપ ૨૦૨૪ દરમિયાન બંને દેશો વચ્ચે મહામુકાબલો જોવા મળશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગઈકાલે વિમેન્સ એશિયા કપ ૨૦૨૪નું શેડ્યુલ જાહેર કર્યું હતું.

વિમેન્સ એશિયા કપ ૨૦૨૪માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૧ જુલાઈના રોજ મેચ રમાશે. જણાવી દઈએ કે વિમેન્સ એશિયા કપ ૨૦૨૪નું આયોજન ૧૯થી ૨૮ જુલાઈ સુધી શ્રીલંકાના દાંબુલામાં થવાનું છે. આ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમો ભાગ લેશે. વર્તમાન ચેમ્પિયન ભારતને પાકિસ્તાન, નેપાળ અને યુએઈની સાથે ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે. બીજા ગ્રુપમાં બાંગ્લાદેશ, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિમેન્સ એશિયા કપની ગત સિઝનમાં માત્ર ૭ ટીમોએ ભાગ લીધો હતો.

વિમેન્સ એશિયા કપ ૨૦૨૪માં ભારતીય ટીમ ૧૯મી જુલાઈના રોજ યુએઈ સામે તેની પ્રથમ મેચ રમશે. ત્યાર બાદ પાકિસ્તાન સાથેની મેચ બાદ તેનો મુકાબલો ૨૩મી જુલાઈએ નેપાળ સાથે થશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમિફાઈનલ મેચ ૨૬ જુલાઈએ રમાશે જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ૨૮મી જુલાઈએ રમાશે.

વિમેન્સ એશિયા કપ આ વખતે પણ ટી ૨૦ ફોર્મેટમાં રમાશે. વિમેન્સ એશિયા કપમાં ભારત સૌથી સફળ ટીમ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૭ વખત ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. છેલ્લી વખત વિમેન્સ એશિયા કપ ૨૦૨૨માં રમાયો હતો. તે સમયે ભારતે ફાઈનલ મેચમા ં શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી. સપ્ટેમ્બર- ઓક્ટોબર મહિનામાં બાંગ્લાદેશની ધરતી પર યોજાનાર વિમેન્સ ટી૨૦ વર્લ્ડકપ માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.