Western Times News

Gujarati News

ઇન્ડિયા પોસ્ટ ૧૮૯૦થી વધુ પદો પર ભરતી કરશે

નવી દિલ્હી, સરકારી નોકરીઓ શોધી રહેલા ૧૦ પાસથી લઇને સ્નાતક ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઈન્ડિયા પોસ્ટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુજબ ભારતીય પોસ્ટમાં બમ્પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે છેલ્લી તારીખ ૦૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી અરજી કરી શકે છે. છેલ્લી તારીખ પછી ઉમેદવારોને અરજી કરવાની તક મળશે નહીં. અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઇટની મુલાકાત લેવી પડશે.

આ ભરતી અભિયાન દ્વારા ભારત પોસ્ટમાં કુલ ૧૮૯૯ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં પોસ્ટલ આસિસ્ટન્ટની ૫૯૮ જગ્યાઓ, પોસ્ટમેનની ૫૮૫ જગ્યાઓ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની ૫૭૦ જગ્યાઓ, શોર્ટિગ આસિસ્ટન્ટની ૧૪૩ જગ્યાઓ અને મેલ ગાર્ડની ૩ જગ્યાઓ ભરવામાં આવશે. નોટિફિકેશન મુજબ, આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવાની પાત્રતા અલગ રાખવામાં આવી છે.

આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પોસ્ટ મુજબ ૧૦/૧૨/ગ્રેજ્યુએટ પાસ કરેલ હોવા જાેઈએ. ઉપરાંત, કેટલીક પોસ્ટ માટે ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ રાખવામાં આવી છે. જ્યારે પોસ્ટ મુજબ ઉમેદવારોની મહત્તમ ઉંમર ૨૫/૨૭ વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી અભિયાન માટે સામાન્ય અને OBC કેટેગરીના ઉમેદવારોએ ૧૦૦ રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોની ફી શૂન્ય રાખવામાં આવી છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.