Western Times News

Gujarati News

શ્રી રામ જન્મભૂમિ મંદિર અને ખાદીની ટપાલ ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા-2024 માં ભારતીય ટપાલ વિભાગનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો,

સાહિત્ય, કલા અને સંસ્કૃતિને જોડવામાં પુસ્તકો અને ટપાલ ટિકિટો મહત્વની ભૂમિકા ભજવે છે : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ

અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં (30 નવેમ્બર-8 ડિસેમ્બર 2024) જ્યાં લોકો પુસ્તકો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યાં જ ડાક ટિકિટો દ્વારા પણ તેઓ સાહિત્ય, કલા, સંસ્કૃતિ, શિક્ષણ, આધ્યાત્મિકતા, વારસાના વિવિધ પાસાઓથી પણ પરિચિત થઈ રહ્યા છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેજા હેઠળ આયોજિત આ પુસ્તક મેળામાં ભારતીય ટપાલ વિભાગનો સ્ટોલ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

India Post’s stall attracting Youths at Ahmedabad International Book Fair 2024

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, આ સ્ટોલ ડાક ટિકિટોનો સંગ્રહ અને તેના મહત્વ અંગે યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો એક પ્રયાસ છે, જે જ્ઞાન અને સાહિત્યના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. અહીં વિવિધ પ્રકારના ડાક ટિકિટ, વિશેષ આવરણ, શ્રી રામ જન્મભૂમિ મંદિર પર આધારિત સુગંધિત ડાક ટિકિટ સેટ, ખાદી પોસ્ટકાર્ડ, વર્ણમાળા ફિલાટેલી પુસ્તકો, કોફી મગ, ટી-શર્ટ સહિત અનેક ફિલાટેલિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

પુસ્તક મેલા મુલાકાત પછી, અહીં બાળકો દ્વારા પોતાના અનુભવોને સંરક્ષિત કરતા પત્રો મોકલવાની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. આ દ્રશ્ય બાળકોની સર્જનાત્મકતા અને ટપાલ સેવા પ્રત્યેની તેમની ઉત્સુકતા દર્શાવે છે. પુસ્તક મેળામાં, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથેના વિવિધ સેલ્ફી પોઈન્ટ્સ જેવા કે ભારતના બંધારણનું પુસ્તક સાથે નો સેલ્ફી પોઈન્ટ પણ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે પુસ્તક મેળો લોકોને સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે જ સમયે, પોસ્ટલ વિભાગ યુવાનોમાં તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે અન્વેષણ કરવા માટે શોખ તરીકે ફિલેટીને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે.  દરેક ટપાલ ટિકિટ પાછળ એક કથા છુપાયેલી હોય છે અને આજની યુવા પેઢીને આ વાર્તા સાથે જોડવાની જરૂર છે.

ગુજરાતની ધરતી પર જન્મેલા ‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીએ પોતાના વિચારો અને કાર્યોથી સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી હતી, એટલે જ તો મહાત્મા ગાંધી પર દુનિયાના મોટાભાગના દેશો દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. શ્રી યાદવે ધ્યાન દોર્યું હતું કે, આ ટિકિટ વાસ્તવમાં એક નાનો રાજદૂત છે, જે વિવિધ દેશોની મુલાકાત લે છે અને તેમને તેમની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાથી વાકેફ કરે છે. ભારત સરકારના બંને વિભાગો એટલે કે શિક્ષણ અને ટપાલ વિભાગ,  શિક્ષણ અને માહિતીનો પ્રસાર કરવા માટે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમ લોકોમાં જ્ઞાન રસ, જિજ્ઞાસા અને સાહિત્યિક અને શૈક્ષણિક સંવેદનશીલતાને પ્રોત્સાહન આપવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.

સહાયક નિયામક એમ.એમ.શેખે માહિતી આપી હતી કે પુસ્તક મેળામાં માય સ્ટેમ્પ‘ અને ફિલાટેલી ડિપોઝિટ એકાઉન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. “માય સ્ટેમ્પ” સેવા હેઠળલોકો ટપાલ ટિકિટ પર તેમનો ફોટોકોઈ ચોક્કસ દ્રશ્ય અથવા કોઈ ચોક્કસ ડિઝાઇન પ્રિન્ટ કરાવી શકે છે. 12 સ્ટેમ્પની માય સ્ટેમ્પ શીટ માત્ર 300માં બનાવવામાં આવે છે.

અલગ-અલગ રાશિજન્મદિવસશુભ લગ્નવર્ષગાંઠનિવૃત્તિ જેવી તમામ યાદગાર ક્ષણો માટે આપ આપના કે આપના પરિવારની તસવીર ટપાલ ટિકિટ પર મૂકી શકો છો. માત્ર 200માં ફિલાટેલી ડિપોઝિટ એકાઉન્ટ‘ ખોલીને તમે રંગબેરંગી ટપાલ ટિકિટ અને અન્ય ફિલાટેલિક વસ્તુઓ ઘરે બેઠા મેળવી શકો છો. ફિલાટેલિક વસ્તુઓ માં રસ ધરાવતા લોકો માટે આ નફાકારક અને મૂલ્ય વર્ધિત રોકાણની તક છે. મુલાકાતીઓ સ્ટોલ પર ઉપલબ્ધ પોસ્ટલ પ્રોડક્ટ્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.